Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

કુતરાઓની લડાઇમાં અભિનેતા અરૂણોદય સિંહે કેનેડીયન પત્નીથી છુટાછેડા લીધા : મામલો સુપ્રીમમાં

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીના પૌત્રના લગ્નમાં ૫૦ હજાર મહેમાન આવેલ

જબલપુર : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અર્જુનસિંહના પૌત્ર અને અભિનેતા અરૂણોદયસિંહ અને કેનેડા મુળના બીઝનેશમેન ડગલસ એલ્ટની પુત્રી લી એલ્ટનના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યું છે. અને તેનું કારણ તેમના ડોગ છે.

અરૂણોદય અને લીના ડોગ એકબીજા સાથે લડતા બન્ને વચ્ચે પણ આને લઇને નોક-જોક થતી. ઉપરાંત લી માતા ન બની શકતા અરૂણોદય તેને વારંવાર ટોણા પણ મારતો. વિવાદથી દુર નારાજ થઇ અરૂણોદયે લી થી દુરી બનાવેલ. લી જ્યારે કેનેડન હતી ત્યારે અરૂણોદયે ભોપાલ ફેમેલી કોર્ટમાંથી એક તરીકે છુટાછેડા લઇ લીધા હતા. લી ને આ અંગે જાણ થતા તેણે કેનેડા થી જ હાઇકોર્ટમાં વકીલ દ્વારા આ છુટાછેડા પડકાર્યા છે. હાઇકોર્ટે સમગ્ર મામલા અંગે રેકોર્ડ તલબ કર્યો છે. અરૂણોદયના પિતા અજયસિંહ વિરોધ પક્ષના પૂર્વ નેતા છે.

અરૂણોદય અને લી કેટલાક વર્ષો લીવ ઇન રીલેશનશીપમાં પણ રહેલ. નવેમ્બર-૨૦૧૬માં લગ્ન કરેલ. રીસેપ્શનમાં દેશભરમાંથી ૫૦ હજાર મહેમાનો આવેલ. રસોઇ બનાવવા માટે ૧ હજાર રસોઇયાની ફૌજ રાખવામાં આવેલ.

લી એ પોતાની અરજીમાં જણાવ્યું છે કે ભોપાલમાં તેમના લગ્ન નોંધાયેલ. તેઓ મુંબઇમાં રહેતા. અહીં તેમની વચ્ચે ઘણીવાર માથાકુટ પણ થયેલ. અરૂણોદયે ૧૦મે ૧૯ના રોજ છુટાછેડાનો કેસ ભોપાલમાં દાખલ કરેલ. લી ને ભરણ-પોષણ અને લગ્ન સંબંધોની પુનસ્થાપના માટે મુંબઇમાં કેસ દાખલ કરેલ. લી ને છુટાછેડા અંગે માહિતી મળતા કેસ મુંબઇ સ્થળાંતર કરવા સુપ્રીમમાં અરજી કરી છે. કોર્ટે અરૂણોદયને નોટીસ નિર્દેશ આપ્યા છે.

(2:32 pm IST)