Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ગલવાન અથડામણમાં PLAના જવાનો પણ મર્યા'તા

અંતે કપટી ચીને સ્વીકાર્યુ : ગલવાન ઘાટીમાં ચીની સેનાને થયું હતું નુકસાન

નવી દિલ્હી તા. ૧૮ : ભારત ચીન વચ્ચે સરહદ પર મે મહિનાથી તણાવની સ્થિતિ બની છે. ઉલ્લેખનીય છે કે આ તણાવ વચ્ચે કપટી ચીને પ્રથમ વખત સ્વિકાર્યું છે કે ગલવાન ઘાટીના ઘર્ષણમાં તેમના સૈનિકોની પણ મોત થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા ચીન આ બાબતનો સ્વિકાર કર્યો નહોતો. ચીની સમાચાર ગ્લોબલ ટાઈમ્સના એડિટરે માન્યું કે ગલવાન ઘાટીમાં ચીનની સેનાને નુકશાન પહોંચ્યુ હતું, અને ઘણા સૈનિકોનો જીવ જતો રહ્યો હતો.

ગ્લોબલ ટાઈમ્સે ચીનના પીપુલ્સ ડેલીના અંગ્રેજી છાપું છે, જે ચીનની સત્તાધારી પાર્ટી ચાઈનીઝ કમ્યુનિસ્ટપાર્ટીનું જ પબ્લીકેશન છે. ત્યારે બીજી તરફ ગ્લોબલ ટાઇમ્સના એડિટર-ઇન-ચીફ હુ ઝિજિને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે એક નિવેદન ટ્વિટ કરીને લખ્યું કે જયાં સુધી મને ખબર છે કે ગલવાન ખીણની લડતમાં ચીની સેનામાં થયેલા મોતની સંખ્યા ભારતમાં ૨૦ ના આંકડા કરતા ઓછી હતી.

ચીને આ વાતની કબુલાત કરી છે કે, જયારે રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરૂવારે રાજયસભામાં ચીન સીમાં ઉપર યથાવત તણાવ અંગે જાણકારી દેશને આપી હતી. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત તમામ નિયમો અને કરારનું પાલન કરી રહ્યું છે. પરંતુ ચીન તરફથી તેનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

(2:31 pm IST)