Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મુંબઇમાં કોઇ નવી કલમ નથી લગાવાઇ, ૧૪૪ નો જ ભાગ છે : આદિત્ય ઠાકરે

મુંબઇ : મહારાષ્ટ્રના કેબીનેટ મંત્રી આદિત્ય ઠાકરેએ ગુરૂવારે મુંબઇમાં લાગુ કરવામાં આવેલ ૧૪૪ મી કલમને લઇને ટવીટ કર્યુ છે.

તેઓએ જણાવ્યુ છે કે કોઇએ ગભરાવાની જરૂર નથી કોઇ નવી કલમ નથી લાગુ કરાઇ, પરંતુ સીઆરપીસીની ૧૪૪ મી કલમ જે ૩૧ ઓગષ્ટથી લાગુ  છે તેને થોડી વિસ્તારવામાં આવી છે. મુંબઇ પોલીસ દ્વારા નવા કોઇ પ્રતિબંધ લાગુ નથી કરાયા.

(2:28 pm IST)