Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

નફફટ ચીનની હવે દરિયાઇ માર્ગે ભારતમાં ઘુસણખોરી

લદ્દાખમાં ભારતીય સેનાએ સબક શીખવ્યા બાદ દરિયાઇ સરહદે ચીને લખણ ઝળકાવ્યા : ભારતીય નેવીએ આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી તા. ૧૮ : ભારત વિરુદ્ઘ ચીનની હરકતો ઓચ્છુ થવાનું નામ લઇ રહ્યા નથી.લદાખમાં ભારતીય સૈનિકોએ આડે હાથ લીધા બાદ ચીને દરિયાઈ સરહદે લખણ જળકાવ્યા છે.હાલના અહેવાલો એ છે કે ગયા મહિને ચીની સેનાએ એ દરિયાઈ રસ્તે ભારતમાં ઘુસવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. હાલના અહેવાલો એ પણ છે કે ગયા મહિને ચીની સેનાએ દરિયાઈ રસ્તે ભારતમાં ઘુસવાના પ્રયત્નો કર્યા છે. જોકે ઇન્ડિયન નેવી એ આ પ્રયત્નોને નિષ્ફળ કર્યા છે. હવે દરિયાઈ સરહદે નજર રાખવામાં આવી રહી છે. ચીની વહાણોએ ગયા મહિને ભારતીય સરહદે પ્રવેશ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ચીનના યુઆન વાન્ગ-કલાસ પોતે ઓગસ્ટમાં મલકકા જલડમરૃં મધ્યથી ભારતીય દરિયાઈ સરહદે પ્રવેશ કર્યો છે. ક્ષેત્રમાં તૈનાત ભારતીય નૌસેનાએ જહાજોની સતત નિગરાનીમાં રહ્યા બાદ કેટલાક દિવસો પહેલા તે જહાજ ચીન પાછું ફર્યુ.ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ આવી હરકત કરવામાં આવી રહી છે.

ભારતે ચીનની દરેક હરકત પર નજર રાખી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંસદને જણાવ્યું છે કે ભારતીય સૈનિક સંયમ અને શૌર્યની સાથે ચીનને જવાબ આપી રહ્યા છે. બીજી બાજુ અનુરાગ શ્રી વાસ્તવે જણાવ્યુ કે ચીનને પૂર્વી લદાખમાં ટકરાવના દરેક બિંદુઓએ તેમની સેનાઓને હટાવાની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.

(12:42 pm IST)