Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

પાકિસ્તાનમાં સ્કૂલ તથા કોલેજો ખુલ્લી મુકાયાના 32 કલાકમાં જ 32 સ્કૂલો સીલ કરાઈ : સોશિઅલ ડિસ્ટન્સ ,માસ્ક ,સેનિટાઇઝર સહિતની બાબતે સરકારી આદેશનો ભંગ થતો હોવાનું જણાતાં અનિશ્ચિત મુદત માટે સીલ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં કોરોના સંક્ર્મણમાં ઘટાડો નોંધાતા મંગળવારથી હાઈસ્કૂલ તથા કોલેજો ખુલ્લી મુકવાનો નિર્ણય લેવાયો હતો.પરંતુ 6 માસના લાંબા ગાળા પછી ખુલ્લી મુકવામાં આવેલી આ સ્કૂલો તથા કોલેજોમાં સોશિઅલ ડિસ્ટન્સ ,માસ્ક ,સેનિટાઇઝર સહિતની બાબતે સરકારી આદેશનો ભંગ થતો હોવાનું જણાતાં ફરીથી અનિશ્ચિત મુદત માટે સીલ કરી દેવાની ફરજ પડી હતી.
સીલ કરી દેવાયેલી આ 32 સ્કૂલો પૈકી 16 સ્કૂલો ખૈબર પખ્તુનિસ્તાનમાં આવેલી છે . 5 સ્કૂલ પાકિસ્તાનના કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં તથા 1 સ્કૂલ ઇસ્લામાબાદમાં આવેલી છે. તથા 10 સ્કૂલ સિંધ પ્રાંતમાં આવેલી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)