Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

સલમાન ખાને વડાપ્રધાનને જન્મદિનની શુભેચ્છા પાઠવી

મુંબઇઃ બોલીવૂડના દબંગ ખાન સલમાન ખાને ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તેમના ૭૦મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પોતાની અને નરેન્દ્રભાઇની તસ્વીર તેણે પોસ્ટ કરી સાથે લખ્યું હતું કે-માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિનની ખુબ ખુબ શુભકામના. બીજી તરફ શાહરૂખ ખાન, આમિર ખાન, અનિલ કપૂર  સહિત બોલીવૂડને અનેક હસ્તીઓએ પણ વડાપ્રધાનશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:44 am IST)