Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભારતના શહેરો સ્માર્ટ નહીં 'ઓવર સ્માર્ટ' વૈશ્વિક ઇન્ડેકસમાં ભારત ધકેલાયું પાછળ

ઇન્ડેકસમાં સિંગાપોર પ્રથમ ક્રમે છેઃ હૈદ્રાબાદ ૮૫માં ક્રમે તો દિલ્હી ૮૬માં ક્રમે

નવી દિલ્હી,તા.૧૮: દેશમાં છેલ્લા કેટલાક વર્ષથી સ્માર્ટ સિટીની ઝુંબેશ ચાલે છે. ભારતના શહેરો જોકે કોઈ નવા પડકારને પહોંચી વળવા સક્ષમ નથી. તાજેતરમાં રજૂ થયેલા રિપોર્ટ પ્રમાણે સ્માર્ટ સિટી ઈન્ડેકસમાં ભારતના શહેરો પાછળ ધકેલાયા છે. ઈન્ડેકસમાં સિંગાપોર પ્રથમ ક્રમે છે. લિસ્ટમાં ભારતનું પ્રથમ શહેર હૈદરાબાદ છે, જે ેછેક ૮૫મા ક્રમે આવ્યું છે. સ્વિત્ઝરલેન્ડની ઈન્સ્ટીટયૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને સિંગાપોર ટેકનોલોજી યુનિવર્સિટી ફોર ડિઝાઈન દ્વારા વૈશ્વિક રિપોર્ટ તૈયાર કરાયો હતો.

રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ ૮૫મા ક્રમે, દિલ્હી ૮૬મા ક્રમે, મુંબઈ ૯૩મા ક્રમે અને બેંગાલુરૂ ૯૫જ્રાક્ન ક્રમે છે. આ બધા શહેરોની ખાસ્સી પડતી થઈ છે. ૨૦૧૯ના ઈન્ડેકસ પ્રમાણે આ ચારેય શહેરો અનુક્રમે ૬૭, ૬૮, ૭૮ અને ૭૯મા ક્રમે હતા. કોરોના જેવી મહામારીને હેન્ડલ કરવાની ભારતના શહેરોની કોઈ સજ્જતા છે નહીં માટે ક્રમ ગબડયો છે. આ વખતે જોકે ભારતના શહેરો પાછા પડયા તેનું મૂળ કારણ રોગચાળો જ છે. છતાં પણ રોગચાળો ન હતો ત્યારેય ભારતના શહેરો લિસ્ટમાં ખાસ્સા પાછળ નોંધાયા હતા.  આ ઈન્ડેકસ વિવિધ પંદર માપદંડોના આધારે તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં પરિવહન, સલામતી, આરોગ્ય, સ્થાનિક સત્ત્।ાધિશોની ક્ષમતા, વિકાસની તકો, વગેરે મુદ્દા ધ્યાનમાં લેવાયા હતા.

જગતના કુલ ૧૨૦ શહેરો પસંદ કરી ત્યાનાં રહેવાસીઓપાસે સર્વે કરાવવામાં આવ્યો હતો. તેના આધારે ઇન્ડેકસ તૈયાર થયો હતો.રિપોર્ટમાં કહેવાયું છે કે સ્માર્ટ સિટી તેને કહેવાય જે અણધારી આફત આવે તો તેને પહોંચી વળવા તૈયાર હોય. એ હિસાબે જોઈએ તો ભારતના મહાનગરો તો દર વર્ષે ેઆવનારી આફતોનો સામનો કરવા પણ સક્ષમ નથી. (૨૨.૮)

વિશ્વનાં સ્માર્ટ શહેરો

૧ સિંગાપોર

૨ હેલસિંકી (ફિનલેન્ડ)

૩ ઝુરીચ (સ્વિત્ઝરલેન્ડ)

૪ ઓકલેન્ડ (ન્યુઝિલેન્ડ)

૫ ઓસ્લો (નોર્વે)

૬ કોપનહેગન (નેધરલેન્ડ)

૭ જીનીવા (સ્વિત્ઝરલેન્ડ)

૮ તાઈપેઈ (તાઈવાન)

૯ આર્મસ્ટડેમ (નેધરલેન્ડ)

૧૦ ન્યૂયોર્ક (અમેરિકા)

(11:43 am IST)