Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

મોદી સરકારના કૃષિ બિલનો વ્યાપક વિરોધ : પંજાબમાં ખેડૂતે ઝેરી દવા ગટગટાવી : આત્મહત્યાનો કર્યો પ્રયાસ

પૂર્વ મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલના ઘરની બહાર જ બાદલ ગામે છ દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે

મોદી સરકારના કૃષિ બિલ સામે પંજાબમાં ખેડૂતોમાં રોષ વધી રહ્યો છે. શુક્રવારે સવારે પંજાબના બાદલ ગામના એક ખેડૂતે વિરોધ સ્થળે ઝેરી પદાર્થ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય કિસાન યુનિયન એકતા ઉગ્રહાનના પ્રદેશ સચિવ શિંગારાસિંહ માન એ જણાવ્યું હતું કે લોકસભામાં કૃષિ બિલ પસાર થતાં ખેડૂતો નારાજ છે. તેમને ડર છે કે આ બિલથી ખેડૂતોને ભારે નુકસાન થશે.

મળતી માહિતી મુજબ 60 વર્ષના ખેડૂતે સાથી ખેડૂતોને શુક્રવારે સવારે ઝેરી પદાર્થનું સેવન કર્યાની માહિતી આપી. ખેડૂતોએ  તાત્કાલિક  એમ્બ્યુલન્સ બોલાવી અને પ્રદર્શન સ્થળ પર તૈનાત પોલીસ અધિકારીઓને પણ જાણ કરી હતી. પોલીસ તેને બાદલ ગામની એક હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં ખેડૂતની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.

 મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ બિલ વિરુદ્ધ પૂર્વ મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલના ઘરની બહાર જ બાદલ ગામે છ દિવસથી ખેડૂતો ધરણા પર બેઠા છે

(11:32 am IST)