Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભારતમાં કોરોનાનો કહેર જારી : વધુ ૯૭૮૯૪ કેસ

મહામારી હજુ પણ અનિયંત્રિત : કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારાની સંખ્યા પણ વધી

નવી દિલ્હી, તા. ૧૭ : ભારતમાં સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૯૭૮૯૪ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૫૧૧૮૨૫૩ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૧૩૨ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૮૩૧૯૮ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સામાન્ય વધારા બાદ ૭૮.૬૪ ટકા સુધી પહોંચ્યો છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૨૭૧૯ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૪૦૨૫૦૭૯ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવારે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો પ્રથમ વખત દસ લાખને ઓળંગીને ૧૦૦૯૯૭૬ સુધી પહોંચ્યો છે. છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૯૮૬૧૭૦૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૯૪૦૫૮૮ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૦૩૦૭૮૬૪ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૬૧૩૨૫૩ કેસ એક્ટિવ છે.

(12:00 am IST)