Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાકિસ્તાનના સિંધમાં મેડિકલ કોલેજની હિન્દૂ વિદ્યાર્થિનીના મોત બાદ કરાંચીમાં જોરદાર વિરોધ પ્રદર્શન : ન્યાય આપવા માંગણી

કરાંચીઃ પાકિસ્તાનના સિંધમાં મેડિકલ કોલજની વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીનું શબ હોસ્ટેલમાંથી મળ્યું હતું. મૃતકના ભાઈએ ડોક્ટર વિશાલને કહ્યું કે આ આત્મહત્યા નથી, હત્યા છે. નમ્રતાના શંકાસ્પદ મોત બાદ લોકોમાં ગુસ્સો છે. સંખ્યાબંધ લોકોએ કરાચીમાં ઈમરાન સરકારની વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન‘નમ્રતા કો ઈન્સાફ દો ’અને ‘ગુંડાગરર્દી સહન નહી કરીએ’ જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.

નમ્રતા મૂળ મીરપુર જિલ્લાની ઘોટકીની રહેનારી હતી. તેનો પરિવાર હાલ કરાચીમાં રહે છે. પરિવારજનોને ઘટનાની જાણકારી આપવામાં આવી છે. શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે અને હોસ્ટેલના રૂમને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. નમ્રતાના મિત્રોના જણાવ્યા પ્રમાણે તે આનંદિત છોકરી હતી અને ઘટના પહેલા તે કોઈ પણ પ્રકારના તણાવામાં જોવા મળી ન હતી. સોમવારે મોતના થોડા કલાકો પહેલા તે કોલજની કેન્ટીનમાં દોસ્તો સાથે વાતો કરતી જોવા મળી હતી.

નમ્રતાના મોતથી સવાલ ઉપસ્થિત થઈ રહ્યાં છે. તેનું શબ હોસ્ટેલના રૂમમાં પલંગ પર મળ્યું હતું. ગાળામાં દોરી બાંધેલી હતી. હેરાન કરનારી વાત એ છે કે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો, પરંતુ બારી ખુલ્લી હતી. હત્યાની શંકા એટલા માટે છે કે પંખો કે કોઈ અન્ય ચીજ પર દોરી બાંધવાનું કોઈ સબુત મળ્યું નથી. દોરી પણ ઘણી નાની છે. સોમવારે જયારે તેણે ઘણાં સમય સુધી દરવાજો ન ખોલ્યો તો મિત્રોએ દરવાજો તોડ્યો હતો. અને નમ્રતાનું શબ પલંગ પરથી મળ્યું હતું. તેનો ચહેરો નીચે તરફ હતો. ઘટનાની તપાસ એસએસપી મસૂદ અહમદને સોંપવામાં આવી છે. વાઈસ ચાન્સેલર અનિલા રહેમાને કહ્યું- પ્રથમ નજરમાં આ આત્મહત્યાનો કેસ લાગી રહ્યો છે. પરંતુ યોગ્ય માહિતી તપાસ બાદ જ પ્રકાશમાં આવી શકશે. 1 જાન્યુઆરી 2017એ આ જ હોસ્ટેલમાં નાયલા રિંદ નામની છોકરીનું પણ શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું.

(10:38 pm IST)