Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મોટોરોલા દ્વારા શાઓમીને ટક્કર આપવા ૬ ટીવી લોન્ચ કરાયાઃ ૭૯૯૯ રૂપિયામાં મળશે

નવી દિલ્હી: ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીને ફોલો કરતાં લેનોવોના સ્વામિત્વવાળી બ્રાંડ મોટોરોલાએ ભારતના ટીવી માર્કેટમાં પગલાં માંડી રહી છે. મોટોરોલાએ 6 ટીવી મોડલ લોન્ચ કર્યા છે, આ બધા એંડ્રોઇડ 9.0 વર્જન પર કામ કરશે. આ ઉપરાંત મોટોરોલાએ મોટો 6એસ સ્માર્ટફોનને પણ વ્યાજબી ભાવે લોન્ચ કર્યું છે. આ ફોન 7,999 રૂપિયામાં મળશે. માનવામાં આવી રહ્યું છે કે મોટોરોલાનું સ્માર્ટ ટીવી ભારતીય બજારમાં શાઓમીના એમઆઇ ટીવીને ટક્કર આપશે.

વન પ્લસ પણ ટૂંક સમયમાં લોન્ચ કરશે સ્માર્ટ ટીવી

બીજી તરફ શાઓમીના એમઆઇ ટીવીને ટક્કર આપવા માટે વન પ્લસ પણ સ્માર્ટ ટીવી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે ફ્લિપકાર્ટની ભાગીદારીમાં મોટોરોલાએ એન્ડ્રોઇડ 9.0 સ્માર્ટ ટીવી 6 વેરિએન્ટમાં લોન્ચ કર્યું, જે એચડી  રેડી, ફૂલ એચડી અને અલ્ટ્રા એચડી (4કે) ફીચર્સથી સજ્જ છે અને તેની કિંમત 13,999 રૂપિયાથી શરૂ થાય છે. તેનું વેચાણ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. મોટોરોલા સ્માર્ટ ટીવીના 4કે રેંજ એચડીઆર 10ની સાથે ડોલ્વી વિઝન અને આઇપીએસ પેનલથી સજ્જ છે. 

Motorola Android 9 TV: સાઇઝ અને કિંમત

- 31 ઇંચ HDR : 13,999 રૂપિયા

- 43 ઇંચ Full HD : 24,999 રૂપિયા

- 43 ઇંચ Ultra HD : 29,999 રૂપિયા

- 50 ઇંચ UHD : 33,999 રૂપિયા

- 55 ઇંચ UHD : 39,999 રૂપિયા

- 65 ઇંચ અલ્ટ્રા HD : 64,999 રૂપિયા

Motorola Android 9 TV: ફીચર્સ

- ડિસ્પ્લે : autuneX ડિસ્પ્લે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે

- સ્ટોરેજ : 2.25 GB RAM, 16 GB ઇન્ટરનલ સ્ટોરેજ

- ગ્રાફિક્સ પ્રોસેસિંગ: Mali 450 GPU આપવામાં આવ્યું છે.

- એન્ડ્રોઇડ વર્જન : 9.0

- ઓડિયો: Dolby Vision

મોટો ઇ6એસ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે, સાથે જ તેમાં 3000 mAh ની બેટરી આપવામાં આવી છે. મોટો ઇએસ6નું વેચાણ ફ્લિપકાર્ટ પર 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. મોટોરોલા મોબિલિટીના કંટ્રી હેડ અને એમડી પ્રશાંત મણિએ કહ્યું કે 'અમે બિલકુલ નવી શ્રેણી-સ્માર્ટ ટેલિવિઝનના ખંડમાં પ્રવેશ કરવાને લઇને ઉત્સાહિત છીએ, જોકે ભારતના સૌથી મોટા ઇકોમર્સ દિગ્ગજ ફ્લિપકાર્ટની ભાગીદારીમાં છે. આ રણનીતિક ભાગીદારી પહેલાં સ્માર્ટફોન્સ માટે હતી, જેને અમે આગામી સ્તર સુધી પહોંચી દીધી છે.

(5:00 pm IST)