Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અયોધ્યા કેસનો ચુકાદો નવેમ્બરમાં આવશે

૧૮ ઓકટોબરના રોજ સુપ્રિમ કોર્ટમાં થશે અંતિમ દલીલઃ કોર્ટે નક્કી કરી ડેડલાઇન : કોર્ટે કહ્યું .. પક્ષકાર ઇચ્છે તો મધ્યસ્થતા ચાલુ રાખી શકે છે સમજુતીનો પ્રસ્તાવ રજુ કરે : જરૂર પડયે રોજ સુનાવણી : ફેંસલો લખવા કોર્ટને ૪ સપ્તાહ જોઇશે

નવી દિલ્હી,તા.૧૮:અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા દલીલો પૂરી કરવા માટે ડેડલાઇન નક્કી કરાતા નવેમ્બર સુધીમાં નિર્ણય આવી જવાની આશા વધી ગઇ છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ બુધવારના રોજ ૧૮જ્રાક આર્કટોબર સુધીમાં દલીલો પૂરી કરવાની ડેડલાઇન નક્કી કરી દીધી. મધ્યસ્થતાની કોશિષો પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું કે તેને સમાનતર રીતે ચાલુ રાખી શકાય છે પરંતુ તેના માટે સુનવણી રોકાશે નહીં.

બંને પક્ષોના વકીલો રાજીવ ધવન અને સીએસ વૈદ્યનાથ દ્વારા આપવામાં આવેલા ટેંટેટિવ સમયને જોયા બાદ સીજેઆઇએ કહ્યું કે એવું લાગે છે કે અયોધ્યા કેસની સુનવણી ૧૮ આકટોબર ૨૦૧૯ સુધીમાં પૂરી થઇ જશે. CJI કહ્યું કે તમામ પક્ષ પોતાની દલીલો ૧૮મા ઓકટોબર સુધીમાં પૂરી કરી લે. તેમણે સંકેત આપ્યો કે જો સમય ઓછો પડ્યો તો આપણે શનિવારના રોજ પણ કેસની સુવણી કરી શકીએ છીએ.

જો કે અયોધ્યા જમીન વિવાદની સુનવણી જો ૧૮મા ઓકટોબર સુધીમાં પૂરી થઇ જાય છે તો સુપ્રીમ કોર્ટને જજમેન્ટ લખવામાં ૧ મહિનાનો સમય લાગશે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બર મહિનામાં ગમે ત્યારે દેશના રાજકારણ અને સામાજિક વ્યવસ્થાની દ્રષ્ટિથી સંવેદનશીલ આ કેસ પર નિર્ણય આવી શકે છે. આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ૧૭મા નવેમ્બરના રોજ રિટાયર થવાના છે. એવામાં તેમના રિટાયરમેન્ટ પહેલાં નિર્ણય આવવાની સંભાવના વધી ગઇ છે. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે દરરોજ સુનવણીને એક કલાક વધારવા અને જો જરૂર પડે તો શનિવારના રોજ પણ સુનાવણી કરવાની રજૂઆત કરી છે.

(4:08 pm IST)