Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

આ વર્ષે જુનમાં ભારતને કરાયું હતું દુર

ભારતને જીએસપી કાર્યક્રમમાં સામેલ કરોઃ ૪૪ યુએસના સાંસદોએ ટ્રંપને લખ્યો પત્ર

વોશ્ગિટન,તા.૧૮:અમેરિકામાં ૪૪ સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પત્ર લખીને કહ્યું છે કે ભારતને ફરીથી GSP (જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ) કાર્યક્રમમાં સામેલ કરવામાં આવે, કારણ કે બંને દેશોની વચ્ચે વ્યાપારિક સમજૂતી સરળતાથી થઇ શકે.

અમેરિકાના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈઝરને લખવામાં આવેલા પત્રમાં સાંસદે કહ્યું છે કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આપણે આપણા ઉદ્યોગ માટે બજારોની ઉપલબ્ધતા સુનિશ્યિત કરવાની રહેશે. કેટલાક નાના મુદ્દાને કારણે તેની પર અસર ન પડવી જોઈએ.

કોંગ્રેસ સાંસદ જિમ હાઇમ્સ અને રાઙ્ખન એસ્ટેસની તરફથી લખેલા પત્રમાં ૨૬ ડેમોક્રેટ્સ અને ૧૮ રિપલ્બિલક સાસંદોએ હસ્તાક્ષર કર્યા છે. કોલિશન ર્ફાર જીએસપીના એકઝીકયૂટીવ ડિરેકટર ડૈન એન્થનીનું કહેવું છે કે ભારતથી જીએસપી દરજ્જો છીનવાઇ ગયા બાદથી જ અમેરિકાની કંપનીઓ સંસદને નોકરીઓ અને આવકના નુકસાન માટે જણાવી રહી છે.

એન્થની અનુસાર ભારતીય નિકાસકારોની હાલત જીએસપી હટ્યા બાદ પણ સારી છે, જયારે અમેરિકન કંપનીઓને પ્રતિદિન દસ લાખ ડોલર (સાત કરોડ રૂપિયા)નવા ટેરિફ તરીકે ચુકવવા પડી રહ્યા છે. નવા આંકડા અનુસાર, માત્ર જુલાઇમાં જ અમેરિકાની કંપનીઓને ત્રણ કરોડ ડોલર (૨૧૪ કરોડ રૂપિયા) નું નુકસાન થયું છે.

અત્યાર સુધી ભારત જીએસપી હેઠળ સૌથી મોટો લાભાર્થી દેશ માનવામાં આવતો હતો, પરંતુ ટ્રંપ પ્રશાસનની આ કાર્યવાહી નવા દિલ્હી સાથે એના વેપાર સંબંધી મુદ્દા પર કડક વલણ અપનાવી રહી છે. જીએસપીને વિભિન્ન દેશોથી આવનારા હજારો ઉત્પાદોને ફી મુકત પ્રવેશની અનુમતિ આપીને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવ્યું હતું.

ટ્રંપે ભારતને યાદીથી બહાર કરતાં કહ્યું હતું કે એમને ભારતથી એવો ભરોસો મળી શકયો નહીં કે એ પોતાના બજારમાં અમેરિકાના ઉત્પાદોને બરાબરની છૂટ આપશે. એમને કહ્યું હતું કે ભારતમાં પ્રતિબંધોના કારણે અમેરિકાના વેપારને નુકસાન થયું રહ્યું છે. ભારત જીએસપીના માપદંડ પૂરું કરવામાં નિષ્ફળ રહ્યું છે. અમેરિકાએ ગત વર્ષે એપ્રિલમાં જીએસપી માટે નક્કી શરતોની સમીક્ષા શરૂ કરી હતી. ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસના સમયે જીએશપી પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ સાથે ચર્ચા કરી શકે છે. એવામાં શકયતા છે કે બંને નેચા આ દરમિયાન લાંબા સમયથી વિવાદનું કારણ બનેલા વેપારના મુદ્દા પર સમજૂતી પણ કરશે.

(4:07 pm IST)