Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

BHEL, BSNL, SECL જેવી સરકારી કંપનીઓમાં રોકડની તીવ્ર અછત

અર્થવ્યવસ્થામાં મંદીની અસર સરકારી કંપનીઓ પર જોવા મળી

અર્થવ્યવસ્થામા મંદીની અસર મોટી મોટી સરકારી કંપનીઓ પર પણ પડી છે. અનેક સરકારી કંપનીઓ રોકડની તીવ્ર અછતમાંથી પસાર થઇ રહ્યા છે એ જ કારણ છે કે હવે આ કંપનીઓએ નક્કી કરેલા ટારગેટને પુરા ન કરતા કર્મચારીઓના પગાર પણ કાપવાનો પ્રસ્તાવ રાખ્યો છે તેની સાથે જ આ સરકારી કંપનીઓ કર્મચારીઓની બાકી રહેલી રજાઓના બદલે રોકડ ચુકવણી કરવાની સુવિધા ખત્મ કરવા પર વિચાર કરી રહી છે.

બીએસએનએલના એક આંતરિક પત્રમાં તેમના અધિકારીઓને સુચિત કરી દેવામાં આવ્યા છે કે જો કર્મચારી લેન્ડલાઇન અને બ્રોડબેન્ડના નકકી કરેલા ટારગેટને પુરા નથી શકયા તો તેની સેલેરીમાં કાપ મુકવામાં આવશે

કોલ ઇન્ડિયાની સૌથી મોટી સબસિડિયરી સાઉથ ઇસ્ટર્ન કોલફીલ્ડે પણ તેમના વરિષ્ઠ અધિકારીઓના પગારમાં ૨૫ ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે જો કે એસઇસીએલ દ્વારા હાલમાં આ પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ ભારત હેવી ઇલેકટ્રીકલ લિમિટેડે પણ રોકડની સમસ્યાના લીધે તેમના અધિકારીઓની બાકિ રહેલી રજાઓના બદલે રોકડ આપવાની સુવિધા બંધ કરવાની વાત કહીે છે. જો કે હજુ સુધી તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

(3:52 pm IST)