Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

કર્ણાટકમાં ભાજપા સાંસદ નારાયણ સ્વામીને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા

તુમકુરૃઃ કર્ણાટકના તુમકુરૂના એક ગામમાં ભાજપા સાંસદએ નારાયણ સ્વામીને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. ગામમાં યાદવ સમુદાયની સંખ્યા વધારે છે અને નારાયણ સ્વામી દલિત સમુદાયના છે.

તુમકુરૂ જીલ્લાના પરમાનહાલ્લી ગામમાં આ બનાવ સોમવારે બન્યો હતો. ચિમદુર્ગ લોકસભા મતવિસ્તારના સાંસદ નારાયણ સ્વામી મુશ્કેલીઓની માહિતી મેળવવા આ ગામમાં ગયા હતા જેથી વિકાસ કાર્યોનું આયોજન થઇ શકે તે ગામમાં શેડ બનાવવા અને પીવાના પાણીના યુનિટની સ્થાપના કરવા માંગતા હતા પણ તેમને પાછું ફરવું પડ્યું હતું.

એક સ્થાનિક નાગરિક નાગરાજે કહ્યું કે અમારી બહુ જૂની પરંપરા છે. અહીંનો ઇતિહાસ બહુ જૂનો છે એટલે ગામલોકોએ સાંસદને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી આપવાની ના પાડી.

આ ઘટના પર દુખ વ્યકત કરતા ભાજપા સાંસદ નારાયણ સ્વામીએ કહ્યું કે મને બહુ દુઃખ થયું કે દલિત હોવાના કારણે મને પ્રવેશ નહોતો અપાયો. હું તેમની સમસ્યાઓ સાંભળવા અને અન્ય બુનિયાદી સુવિધાઓનું નિરીક્ષણ કરવા ગયો હતો.

પોલિસે આ ઘટનાની નોંધ લઇને તપાસના આદેશ આપ્યા છે. પોલિસ સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું કે સાંસદને પ્રવેશ કરતા કોણે રોકયા તેની સ્પષ્ટતા નથી થઇ. આ બનાવમાં ટુંક સમયમાં જ અપરાધીઓને ઝડપી લેવામાં આવશે.

(3:47 pm IST)