Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમલમાં ગુજરાત પ્રથમ, પીછેહઠમાં પણ પ્રથમ

પ્રચંડ લોકલાગણી આગળ સરકારે ઝુકવુ પડયુ

રાજકોટ, તા. ૧૮ :. ગુજરાતમાં ટ્રાફીકના નવા નિયમોનો જે ઝડપે અમલ કરવામાં આવેલ તે જ ઝડપે તેની મહત્વની જોગવાઈનો અમલ મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના નવા કાયદાનો ૧૬ ઓકટોબરથી અમલ કરનારૂ ગુજરાત પ્રથમ રાજ્ય હતું. લોકોનો આક્રોશ જોઈ સરકારે આજે હેલ્મેટ અને પીયુસીના નવા કાયદાના અમલમાં ૧૫ ઓકટોબર સુધીની મુદત આપવી પડી છે. લોકો હેરાન ન થાય તે પ્રકારની પૂર્વ તૈયારીના અભાવે કાયદાનો અમલ કરી દેવાનો નિર્ણય ઉતાવળીયો સાબિત થયો છે. પ્રચંડ લોકલાગણી સામે સરકાર ઝુકી તેને લોકો આવકારી રહ્યા છે.

(3:16 pm IST)