Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હેલ્મેટ-પી.યુ.સી. સિવાયના બધા કેસમાં નવા નિયમ મુજબ જ દંડ

આડેધડ પાર્કીંગ, ઓવર સ્પીડ, સીટ બેલ્ટ, ડાર્ક ફિલ્મ વગેરે બાબતમાં નવી જોગવાઈ જ લાગુ પડશે

રાજકોટઃ રાજ્ય સરકારે આજે હેલ્મેટ અને પીયુસીને લગતી નવી જોગવાઈ મુજબના દંડમાં ૧૫ ઓકટોબર સુધીની રાહત આપી છે. આ બન્ને બાબતના ભંગ બદલ નવી જોગવાઈ મુજબનો દંડ ત્યાં સુધી લાગુ નહી પડે. અન્ય તમામ પ્રકારના ટ્રાફીક નિયમ ભંગના કેસમાં નવી જોગવાઈઓ જ લાગુ પડશે. આડેધડ પાર્કીંગ, ઓવર સ્પીડ, સીટ બેલ્ટ ન બાંધેલો હોવો, ગાડીના કાચમાં ડાર્ક ફિલ્મ હોવી વગેરેમાં પોલીસ નવી જોગવાઈ મુજબ દંડ વસુલી શકશે તેવુ તારણ વાહન વ્યવહાર મંત્રીની જાહેરાત પરથી નીકળે છે.

(3:14 pm IST)