Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

વાહનોની નંબર પ્લેટ બદલવાની મુદત ૧૬ ઓકટોબર સુધી લંબાવાઇ

રહેણાંક વિસ્તારોમાં જઇ મોટી સંખ્યામાં વાહનોમાં નંબર પ્લેટ ફિટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા આદેશઃ આરટીઓમાં લેવાતી ફી કરતાં વધુ ફી લઇ શકાશે નહિ

રાજકોટ તા. ૧૮: વાહન ચાલકો માટેના નવા કાયદાને કારણે ભારે દેકારો મચી ગયો છે. નંબર પ્લેટો કરાવવા જૂના વાહનોમાંઙ્ગએચએસઆરપી નંબર પ્લેટ ફીટીંગ કરાવવા માટે રાજય સરકારે આગામી ૧૬ ઓકટોબર સુધીની મુદત વધારી દીધી છે. 

વાહન વ્યવહાર કમિશ્નરઙ્ગકચેરી દ્વારા રાજયની તમામ આરટીઓ, કચેરીનેઙ્ગએચએસઆરપીના સ્થાનિક પ્રતિનિધિના સંકલનમાં રહીને તેમના કાર્યક્ષેત્રમાં આવેલા વિવિધ રહેણાંક વિસ્તાર, સોસાયટીઓ, એપોર્ટમેન્ટસ (રેસીડેન્ટ વેલ્ફેર એસોસીએશન) વિગેરેનાં સંચાલકોના સંપર્ક કરી મોટી સંખ્યામાં જુના વાહનોમાંઙ્ગએચએસઆરપી ફીટમેન્ટ થાય તે માટે વ્યવસ્થા કરવા જણાવાયું છે.

 આ કામગીરી માટે સરકાર દ્વારા નિયત કરેલ ફકત આરટીઓ, એઆરટીઓ ખાતે લેવાતા નિયત દર સિવાય કોઇ પણ વધારાના નાણાં જેમ કે સર્વિસ ચાર્જ,ઙ્ગસર્વિસ ટેક્ષ વગેરેના નામે ચુકવવાના નથી,ઙ્ગતેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(3:13 pm IST)