Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અમિતાભ બચ્ચને મેટ્રોને સમર્થનમાં ટવિટ કરતા હોબાળો : જલસાની બહાર વિરોધ પ્રદર્શન કરાયું

મેટ્રો યાર્ડના નિર્માણ માટે વન વિભાગ દ્વારા 2700 જેટલા વૃક્ષોને કાપી નખાયા

મુંબઈ : બોલિવૂડના મેગા સ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા જલસાની સામે બુધવાર સવારથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બિગ-બીના ઘરની બહાર બેનર અને પોસ્ટર લઈને લોકો ઉભા થઈ ગયા છે. વિરોધ પ્રદર્શનનું કારણ અમિતાભ દ્વારા મુંબઈ મેટ્રો ટ્રેનને સપોર્ટ કરતું ટવિટ છે. ટવિટ બાદ બચ્ચનના ઘરની બહાર વિરોધ શરૂ થઈ ગયો છે. લોકોએ "સેવ અરે" ના નામથી વિરોધ વ્યક્ત કર્યો છે.

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર ટવિટ કરતા લખ્યું હતું કે મુંબઈ મેટ્રોની પ્રશંસા કરવી જોઈએ. આ પ્રદુષણનું સમાધાન છે. મારા એક મિત્રને મેડીકલ ઈમરજન્સી હતી અને તેણે કારના બદલે મેટ્રોથી જવાનું મુનાસીબ માન્યું. પરત ફર્યા બાદ તેણે જણાવ્યું કે મેટ્રો ઝડપી અને સુવિધાજનક અને સૌથી સારી છે. મેટ્રો પ્રદૂષણનું સમાધાન છે. વધુમાં વધુ વૃક્ષો વાવો. મેં મારા બાગમાં વાવ્યા છે. શું તમે વાવ્યા?

આ ઉપરાંત બિગ-બીએ લખ્યું હતું કે ગાર્ડનમાં વૃક્ષો વાવવા જોઈએ પણ વિડંબણા એ છે કે ગાર્ડન જંગલ બની શકતા નથી.

પાછલા કેટલાક સમયથી મુંબઈ મેટ્રો યાર્ડના નિર્માણને લઈ વન વિભાગ દ્વારા 2700 જેટલા વૃક્ષોને કાપી નાંખવામાં આવ્યા છે. જેના વિરોઘમાં પ્રદર્શન કરવામાં આવી રહ્ છે. આ પ્રદર્શનમા અભિનેત્રી શ્રદ્વા કપૂર પણ સામેલ છે. અમિતાભે મેટ્રોને ટેકો આપતા લોકો રોષે ભરાયા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે. પ્રદર્શન કરી રહેલા અભય ભાવેશીએ કહ્યું કે અમિતાભની સિક્યોરીટી તરફથી કહેવામાં આવ્યું કે પરમીશન લીધી છે. તો મારો જવાબ એ છે કે આ મારો મૌલિક અધિકાર છે કે હું બેનર સાથે રોડ પર ઉભો રહી શકું.

(2:17 pm IST)