Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હિન્દીને ઠોકી બેસાડવાની જરૂર નથી : દક્ષિણ રાજ્યોમાં અસ્વીકાર્ય : રજનીકાંત

એક દેશ એક ભાષાના નિવેદન સામે દક્ષિણ ભારતના નેતાઓ અમિતભાઇ શાહની વિરૃદ્ધમાં આવ્યા

ચેન્નાઇ : હિન્દી દિવસ પર ગૃહમંત્રી અમિતભાઈ  શાહ દ્વારા કરવામાં આવેલા સમગ્ર દેશમાં હિન્દી ભાષા જ હોવાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે 14મી સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમિતભાઈ  શાહના નિવેદન પર સતત વિરોધ થઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ભારતના નેતાઓએ અમિતભાઈ  શાહની વિરુદ્વમાં આવી ગયા છે. હવે સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે કહ્યું છે કે કોઈના ઉપર પણ હિન્દીને ઠોકી બેસાડવામાં આવવી જોઈએ નહીં.

 રજનીકાંતને ભાજપની નજીકના મનાય છે અને પીએમ મોદીના પણ નિકટ હોવાની ચર્ચા છે. રજનીકાંતે કહ્યું કે હિન્દીને ઠોકી બેસાડવાની જરૂર નથી. માત્ર તામિલનાડુ જ નહીં બલ્કે કોઈ પણ દક્ષિણી રાજ્ય પર હિન્દી ઠોકી બેસાડવામાં આવશે તો તે સ્વીકાર્ય રહેશે નહીં.

(2:15 pm IST)