Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

મહારષ્ટ્રમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય :આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

મુંબઈ અને થાણેમાં બે દિવસ ધોધમાર વરસાદ ખાબકશે : કોંકણ, મરાઠવાડા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે

મહારાષ્ટ્રમાં મોસમ બદલાતા ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે. જેને પરિણામે આગામી 5 દિવસ મહારાષ્ટ્રના કોંકણ, મરાઠવાડા, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે પૂણે, સાંગલી, સતારા, કોલ્હાપૂર અને નાશિકના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

  . હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મુંબઈ અને પૂણેમાં 18 અને 19 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદ ખાબકી શકે છે. ખાસ કરીને આ સમય દરમિયાન મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી લઈ મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે.

(1:19 pm IST)