Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

LED TV-AC સસ્તા થવાના એંધાણ

GSTનો દર ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા થવાની શકયતા

કોલકાતા, તા.૧૮: ઇલેકટ્રોનિકસ અને IT મંત્રાલય તથા ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ આગામી તહેવારોમાં માંગ વધે તે હેતુસર મોટી સ્ક્રીનના LED ટેલિવિઝન અને એર-કન્ડિશનર્સ પર લાગતો ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેકસ (GST) ૨૮ ટકાથી દ્યટાડીને ૧૮ ટકા કરવા પર ભાર મૂકયો હોવાનું બે સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું.

GST કાઉન્સિલની બેઠક આ શુક્રવારે ગોવા ખાતે મળવાની છે ત્યારે ઉદ્યોગજગતમાં આશા બંધાઈ છે કે, આ બંને પ્રોડકટ્સ પર લાગતો ટેકસ દ્યટાડવાની માંગણી દ્યણા સમયથી કરવામાં આવી રહી છે અને આખરે તે ફળીભૂત થઈ શકે છે કારણ કે, પહેલીવાર બે સરકારી વિભાગોએ તેના માટે દબાણ કર્યું છે. અધિકારીઓના કહેવા પ્રમાણે, ઇલેકટ્રોનિકસ-IT મંત્રાલય તથા DPIIT દ્વારા કરવામાં આવેલી ભલામણોને નાણામંત્રાલય મારફતે GST કાઉન્સિલ સુધી પહોંચાડવામાં આવી છે.

હાલમાં, ૩૨ ઈંચ સુધીના ટીવી પર ૧૮ ટકા GST જયારે તેનાથી મોટી સાઇઝના ટીવી પર ૨૮ ટકા GST લાગે છે. ફ્રિજ, વોશિંગ મશીન અને માઈક્રોવેવ ઓવન પર ૧૮ ટકા GST લાગે છે પરંતુ માત્ર એસી પર ૨૮ ટકા GST લાગુ પડે છે. છેલ્લાં બે વર્ષમાં ટીવીનું વેચાણ નોંધપાત્ર દ્યટ્યું છે અને વેચાણમાં વધારો થયો નથી.

સેલ્સ ટ્રેકર GfKના તાજા આંકડા પ્રમાણે, જુલાઈમાં ટીવીનું વેચાણ ઓનલાઇન સેલ્સમાં ૧૬ ટકા (એબ્સોલ્યુટ નંબરમાં) દ્યટ્યું હતું જયારે ઓફલાઇન રિટેલ વેચાણ એક ટકા દ્યટ્યું હતું. આ વર્ષે એસીનું વેચાણ આકરી ગરમીને કારણે વધ્યું હતું પરંતુ ૪-સ્ટાર કે ૫-સ્ટાર જેવા ઊંચું એનર્જી રેટિંગ ધરાવતા એસીનું વેચાણ મોંદ્યી કિંમતને કારણે વધ્યું નહોતું. ૨૦૨૦માં પણ એસીના વેચાણ પર દબાણ સર્જાઈ શકે છે કારણ કે, એનર્જી એફિશિયન્સની નિયમો બદલાવાના હોવાથી ભાવમાં હજુ વધારો થશે.

આ અંગે ઇલેકટ્રોનિકસ મંત્રાલય અને DPIITને મોકલેલા ઇ-મેઇલનો કોઈ જવાબ મળ્યો નહોતો. LG ઇન્ડિયાના સિનિયર ડિરેકટર આર ઝુત્સીએ કહ્યું હતું કે, ટીવી એકમાત્ર કેટેગરી છે જેમાં GSTના બે સ્લેબ લાગુ પડે છે. લકઝરી કાર અને હાઈ-એન્ડ સ્માર્ટફોન પણ એક જ GST સ્લેબમાં આવે છે. ૩૨ ઈંચ સુધીના ટીવીનું આકર્ષણ હવે ઘટ્યું છે, કારણ કે ગ્રાહકો મોટી સ્ક્રીન વધારે પસંદ કરે છે. પહેલાં કુલ વેચાણમાં નાના ટીવીનો હિસ્સો ૭૫ ટકા હતો, જે હવે ઘટીને ૫૫ ટકા થઈ ગયો છે. ટેકસ વધારે હોવાથી ગ્રાહકો ટીવી ખરીદવાનું ટાળી રહ્યા છે. ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને કન્ઝયુમર ઇલેકટ્રોનિકસ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેકચરર્સ એસોસિયેશન (CEAMA)ના પ્રેસિડન્ટ કમલ નંદીએ કહ્યું હતું કે, ટીવી અને AC પર લાગતા GSTમાંઘટાડો થશે તો ભાવમાં તાત્કાલિક અસરથી ૭.૮ ટકાનો દ્યટાડો થશે. ઈં ૮૦,૦૦૦ કરોડના માર્કેટમાં આ બંને કેટેગરીનો હિસ્સો ૪૦ ટકા છે, આથી તેમાં ઘટાડાને કારણે ગ્રોથ ઘટયો છે.

(1:13 pm IST)