Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હાઉડી મોદી ' કાર્યક્રમમાં ગેરહાજરી અંગે તુલસી ગેબાર્ડે કરી સ્પષ્ટતા કહ્યું હું રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છું

હું મોદીને મળવા મંગુ છું અને વિશ્વની સૌથી જૂની -મોટી લોકશાહીની મજબૂત ભાગીદારી જાળવવા ચર્ચા કરવા ઇચ્છુક

ભારતીય-અમેરિકન સાંસદ તુલસી ગબાર્ડ વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ગેરહાજરી અંગે સ્પષ્ટતા આપી છે. તુલસી ભારતીય મૂળ ની આમેરિકની સાંસદ છે. તુલસીએ કહ્યું કે મળવાનો ઇનકાર કરવાના સમાચાર ખોટા છે. હું રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છું, તેથી હું હ્યુસ્ટન જઈ શકી નથી.

યુએસ સાંસદ તુલસી ગબાર્ડ કહ્યું કે હું વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીને મળવા માંગુ છું અને વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહીની મજબૂત ભાગીદારી જાળવવા ચર્ચા કરવા માંગુ છું. તુલસી ગબાર્ડ 2020 માં યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ છે.

(1:12 pm IST)