Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અયોધ્યા મામલે એકાદ મહિનામાં સુનાવણી પૂર્ણ થશે : ચીફ જસ્ટિઝ રંજન ગોગોઈ

છેલ્લા 26 દિવસથી સુપ્રીમ કોર્ટ રોજેરોજ અયોધ્યા મુદ્દાની સુનાવણી કરી રહી છે

નવી દિલ્હી : દેશના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ કહ્યું હતું કે આવતા એકાદ મહિનામાં વિવાદાસ્પદ અયોધ્યા મુદ્દે સુનાવણી પૂરી થવાની ધારણા છે

છેલ્લા 26 દિવસથી સુપ્રીમ કોર્ટ રોજેરોજ અયોધ્યા મુદ્દાની સુનાવણી કરી રહી છે. તાજેતરમાં બંને પક્ષકારોએ ફરી એકવાર કોર્ટની બહાર સમાધાન શોધવાની અરજી મધ્યસ્થતા સમિતિ સમક્ષ કરી હતી.

ચીફ જસ્ટિસે કહ્યું કે એકાદ માસમાં સુનાવણી પૂરી થઇ જવાની અમને આશા છે. ત્યારબાદ ચુકાદો નોંધતાં અમને વધુ એકાદ માસ થશે. આ માટે બંને પક્ષકારોએ પણ કમર કસવી પડશે.

હાલ અયોધ્યા મુદ્દે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની આગેવાની હેઠળ બંધારણીય બેન્ચ સુનાવણી કરી રહી છે.

(1:07 pm IST)