Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૧)

સૂર્યોદયનો સમય હતો. એક નાની એવી ઝરણાં જેવી નદી હતી. નદી પહાડી હોવાનાં કારણે વધારે ઊંડી ન હતી. પર્વતીય ક્ષેત્રમાં સામાન્‍ય રીતે આવા પ્રકારનની નદીઓ જોવા મળે છે. વહેતું પાણી હતું તેથી એકદમ સ્‍વચ્‍છ હતું. નદીનાં એક કિનારા ઉપર હું બેઠો હતો અને સામેના બીજા કિનારે શ્રી બ્રહ્માનંદ સ્‍વામી બેઠા હતા. પાછલા ત્રણ દિવસનાં પગપાળા પ્રવાસના કારણે હું તો થાકી ગયો હતો. પગ પણ દુઃખતા હતા. પહેરેલા પગરખાંનું તળિયું આગળની જમણી બાજુએથી ઉખડી ગયું હતું. મારા જમણા પગનું હાડકું ઉપસેલું હોવાનાં કારણે ઘણીવાર મારે આવું થતું હતું. પરંતુ આ વખતે તો પ્રવાસની શરૂઆતમાં જ થઈ ગયું. હવે આગળનાં પ્રવાસ દરમ્‍યાન શું થશે, તે ચિંતા હતી. આટલું ચાલવાની આદત ન હતી. તેથી ઢીંચણ પણ દુઃખતા હતા. આ ત્રણ દિવસમાં આ હાલત થઈ ગઈ, તો આગળ શું થશે, તે ચિંતા સતાવતી હતી. આ મને કયાં લઈ જાય છે તે ખબર ન હતી. કયાં જવાનું છે, તે ખબર ન હતી. કયાં સુધી આમ ચાલવાનું છે તે ખબર ન હતી. કેમ જઈએ છીએ તે ખબર ન હતી. બસ, જતો હતો. એક અજ્ઞાત લક્ષ્ય તરફ જઈ તો રભે હતો, પરંતુ પાછા ફરવાનો રસ્‍તો ખબર ન હતો. પાછો આવીશ કે નહિ, તે પણ ખબર ન હતી. પાછલી ત્રણ રાત જંગલમાં વિતાવી હતી. નભતો ઓઢવાનું કંઈ હતું કે નભતો પાથરવાનું.  તેથી યંઘ પણ ન આવી અને ત્રણ રાત્રિથી યંઘ ન મળવાનાં કારણે આંખો પણ બળતી હતી. પરંતુ કાલથી તો અમે ખૂબ જ નિર્જન સ્‍થાને પહોંચી ગયા હતા. કાલથી કોઈપણ મનુષ્‍યને જોયો ન હતો. હવે કોઈ મનુષ્‍યને કદી જોઈ શકીશ કે નહિ, ખબર ન હતી. માનવ વસાહતો પાછળ છુટી ગઈ હતી અને જંગલ ગાઢ હોવાનાં કારણે હવે કોઈ મનુષ્‍ય વસ્‍તી હોય તેવું નહોતું લાગતું. તે દિવસે લાગ્‍યું કે મનુષ્‍ય એક સામાજીક પ્રાણી છે. તેથી તે સમૂહમાં રહેવાનું પસંદ કરે છે. હંમેશા નાના નાનાં સમૂહમાં, નાના નાનાં ગામ બનાવીને રહે છે. તે જંગલ ગાઢ હોવાનાં કારણે મનુષ્‍ય એક સામાજીક પ્રાણી છે, તેવું જ્ઞાન થયું.

 બીજી તરફનાં કિનારા પર ગુરુદેવ શાંત ચિત્ત થઈને પોતાના બન્‍ને પગ નદીનાં પાણીનાં પ્રવાહમાં બોળીને બેઠેલા. તેમની પાછળ ભબ્‍લૂહિલભ જેવી પહાડીઓ પર્વતશ્રૃંખલાના રૂપમાં ફેલાયેલી હતી. તે પર્વતો પર ભૂરા વાદળ છવાઈ ગયાં હતાં અને આ ભૂરા વાદળ, ભબ્‍લૂહિલભ પર્વતો કેમ કહેવાય છે, તેનો આભાસ કરાવતાં હતાં. આજુબાજુ ગીચ જંગલ હતું. આ નદી પણ તે ગાઢ જંગલમાંથી જ નીકળતી હતી. એટલું ગાઢ જંગલ હતું કે તે નદીની આગળનો ભાગ પણ જોઈ શકાતો ન હતો. ગુરુદેવ શાંત ચિત્તથી સામેની ભબ્‍લૂહિલભ પર્વતમાળાને જોતા હતા. આશરે છ ફૂટ જેટલી તેમની યંચાઈ હશે, મોટી મોટી સુડોળ આંખો હતી. વૃઘ્‍ધાવસ્‍થામાં પણ શરીર કસાયેલું હતું. તેમના શરીર પર એક લંગોટ સિવાય કંઈ જ ન હતું. હાથમાં કોઈ વૃક્ષની એક મજબૂત લાકડી હતી. તે લાકડીનો ઉપયોગ તેઓ પ્રાયઃ ટેકો લેવા માટે કરતા હતા. થોડો શ્‍યામ રંગ હતો, પરંતુ ખબર નહિ મેં જીવનમાં શ્‍યામ વ્‍યકિતને આટલા આકર્ષક કદી ન્‍હોતા જોયા. તેમનાં આખા વ્‍યકિતત્‍વમાંથી પવિત્રતા ચમકતી હતી. એવું લાગતું હતું કે તેમનું શરીર જ નહિ, તેમનો આત્‍મા પણ બહુ પવિત્ર હશે. તેથી તે અંદરની પવિત્રતાનો પ્રભાવ બહાર શરીરનાં રુંવાડે રુંવાડા પર દેખાતો હતો. ખબર નહિ કેમ તેઓ વચ્‍ચે  વચ્‍ચે આંખો બંધ કરીને બેસતા હતા. જયારે તેઓ આ રીતે બેસતા મારી અંદર કંઈક તો થતું હતું.મને ત્‍યારે એવું લાગતું હતું, તેઓ મારી અંદર જ જોઈ રભ હોય. અંદર કંઈક થવા લાગતું હતું. તેઓ બહુ જ ઓછું બોલતા હતા. પરંતુ જયારે બોલતા હતા, તો લાગતું હતું કે આકાશવાણી થાય છે. બહુ ગંભીરતાથી બોલતા હતા. તેમના શબ્‍દોમાં બહુ યંડાણ હતું અને તેમના મુખમાંથી નીકળેલો પ્રત્‍યેક શબ્‍દ સત્‍ય પ્રતીત થતો હતો. તેઓ જે બોલતા હતા તો કાનને એવો આભાસ થતો, તેમના શબ્‍દોને શબ્‍દોના આભામંડળની સાથે જ ગ્રહણ કરી લેવા. પ્રાયઃ પાછલા ત્રણ દિવસમાં બહુ જ ઓછું બોલ્‍યાભતા અને જે બોલ્‍યાભતા તે મને પ્રોત્‍સાહન આપવા માટે જ બોલ્‍યા હતા. તેમના શબ્‍દોમાં પણ નિશ્‍ચિતતા હતી. અમે કયાં જઈ રભ છીએ તેમને નિશ્‍ચિત ખબર હતી. અમે કેમ જઈ રભ છીએ તે પણ નિશ્‍ચિત ખબર હતી. આગળનું બધું ભવિષ્‍ય એક નિશ્‍ચિત હતું, જે તેઓ જાણતા હતા પણ હું નહિ. તેથી તેઓ નિશ્‍ચિતતાથી ભરેલા હતા. પરંતુ હું જાણતો ન હતો તેથી હું અનિશ્‍ચિતતાથી ભરેલો હતો. ખબર નહિ કેમ તેમને હું દૂર રહીને જોઈ શકતો હતો, પરંતુ નજીક આવ્‍યા પછી તેમનાં ચરણથી ઉપર નજર જ નહોતી યઠતી. જાણે મારું ચિત્ત મને કહેતું હોય ભભતું પોતાની હેસિયતમાં જો. તારી હેસિયત ફકત ગુરુચરણ સુધી જ છે અને ત્‍યાં સુધી જ સીમિત રહે.ભભ એક ભયયુકત પ્રસન્‍નતા લાગતી હતી. ભય તો કદાચ મને મારા કારણે જ લાગતો હશે,કારણ મારું ચિત્ત શુઘ્‍ધ ન હતું. ખબર નહિ ભૂતકાળની કેવી કેવી યાદો ભરેલી હતી. અને આ અશુઘ્‍ધ ચિત્તનાં કારણે મને તેમનાં શુઘ્‍ધ ચિત્તનો આદરયુકત ભય લાગતો હતો.

 અચાનક તેમણે પોતાની આંખો ખોલી અને મને કભ્‍ું, ભભજાણે છે? હવે એક દિવસ એવો આવવાનો છે, લાખો લોકો તારા દર્શન માટે તરસશે. તને મળવા માટે બહુ લાંબી લાંબી કતારો લાગશે. દુનિયાનાં ખૂણે ખૂણામાંથી લોકો તારા દર્શન માટે આવશે. તારી એક ઝલક કોઈને મળી જાય તો પોતાના જીવનને સાર્થક સમજશે. તારી એક દ્રષ્‍ટિ તેમનાં પર પડે, એવું તે લોકો ઈચ્‍છશે. તે લોકોને પરમાત્‍મા સુધી પહોંચાડવા માટે તું નિમિત્ત બનીશ. તારો એટલો મોટો વિશાળ સંસાર છે, ખબર છે? તું પોતાની અજ્ઞાનતાને કારણે પોતાના પરિવારને જ પોતાનો સંસાર સમજીને બેઠો હતો. હવે જોજે, હું તને તારા પોતાના સંસાર સાથે મેળવીશભભ. મેં આસપાસ જોયું, ત્‍યાં કોઈ કૂતરો પણ ન હતો અને મનમાં વિચાર્યું, ભભઆ તો મને નિર્જન સ્‍થાન તરફ લઈ જાય છે અને અહીં કહે છે, લાખો લોકો સાથે મેળાપ કરાવીશ, કદાચ મારા આગલા જન્‍મની વાત કરે છેભભ. મેં મૂર્ખતાપૂર્વક કભ્‍ું,ભભગુરુદેવ, અહીં તો કોઈ કૂતરો પણ નથી અને આપ મને નિર્જન સ્‍થાને લઈ જાઓ છો અને કહો છો, લાખો લોકો તારા દર્શન માટે તરસશેભભ. ગુરુદેવે શાંત રહીને જ ઉત્તર આપ્‍યો, ભભતે લાખો આત્‍માઓ સુધી પહોંચવાનો માર્ગ આ નિર્જન સ્‍થાનમાંથી જ જાય છે. મને ખબર છે કે તને આજની પરિસ્‍થિતિમાં સાચું નહિ લાગતું હોય, પરંતુ કાલે આજ સાચું થવાનું છે. બસ, જયારે આ સાચું બનશે, ત્‍યારે હું આ દુનિયામાં નહિ હોઉં કારણ, મારું કાર્ય સમાપ્‍ત થઈ ગયું હશે. મારી અંતરદ્રષ્‍ટિના કારણે ભવિષ્‍યનું દેખાય છે, તને નહિ. આપણાં બન્‍નેની વચ્‍ચે સમયનો અંતરાલ છે. જે દિવસે સમયનો આ અંતરાલ સમાપ્‍ત થશે, બન્‍નેને સત્‍યનો સૂર્ય દેખાશે. સત્‍ય હંમેશા એક હોય છે, નિશ્‍ચિત હોય છે. કોઈને જલ્‍દી ખબર પડે છે, કોઈને સત્‍ય જાણવામાં સમય વ્‍યતીત કરવો પડે છે. બસ, આપણા બન્‍નેમાં આ જ એક અંતર છે. કારણ, ગુરુ પોતાના આઘ્‍યાત્‍મિક સ્‍તરેથી વાત કરી રભ હોય છે અને શિષ્‍ય પોતાના સ્‍તરે રહીને વાત સાંભળી રભ હોય છે. તેથી બન્‍નેની વચ્‍ચે સંવાદ નથી થઈ શકતો અને તે કારણે ગુરુની વાત શિષ્‍યને તે સમયે સમજાતી નથી. શિષ્‍યની દ્રષ્‍ટિ સીમિત હોય છે. તે ફકત તેની આસપાસ જ જોઈ શકે છે અને ગુરુની દ્રષ્‍ટિ વિશાળ હોય છે. તે શિષ્‍યનો પાછળનો ભૂતકાળ અને શિષ્‍યનો આગળનો ભવિષ્‍યકાળ બન્‍નેને જાણે છે. બન્‍નેની વચ્‍ચે સમયનો અંતરાલ હોય છે અને અંતરાલ વિત્‍યા વગર ગુરુની કહેલી વાત શિષ્‍યને નથી સમજાતીભભ અને તેથી જ તે સમયે મને તેમની વાત નહોતી સમજાતી, પરંતુ તેઓ નિશ્‍ચિંત હતા. (ક્રમશઃ... આવતા બુધવારે)

1)  Website: https://www.samarpanmediation.org

2)  Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)

3)  Website: https://www.bspmpl.com

     (for Literature (sahitya)) 

4)  Mobile App: “THE AURA” by bspmpl  (For Android and iPhone)

હિમાલયનો સમર્પણ યોગની રૂપરેખા (ભાગ-૧)

‘હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદ્‌ગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્‍વામજીના આધ્‍યાત્‍મિક પ્રવાસનું સ્‍વલિખિત વર્ણન છે. સ્‍વયંને પ્રાપ્‍ત થયેલ આત્‍મજ્ઞાન જનસમાજ સુધી પહોંચાડવાનો પૂ.ગુરૂદેવનો જીવન ઉદ્દેશ છે. આજ ઉદ્દેશની અંતર્ગત તેઓ પોતાના આધ્‍યાત્‍મિક પ્રવાસને શબ્‍દબધ્‍ધ કરી રહ્યા છે. એક જીવંત સદ્‌ગુરૂ દ્વારા લખાઇ રહેલ આ એક જીવંત ગ્રંથ છે. જેના દ્વારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિ પ્રાપ્‍ત કરી શકશે. આત્‍મજ્ઞાનની શોધમાં ભટકતા આત્‍માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે.

ગ્રંથમાળા આ પ્રથમખંડમાં પૂ. ગુરૂદેવએ પોતાના પ્રથમ ગુરૂ શ્રી શિવબાબા પછીના ત્રણ ગુરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે.

પ્રત્‍યેક ગુરૂએ પોતાના સાનિધ્‍યમાં પૂ. ગુરૂદેવ પાસે એક વિશિષ્‍ટ સાધના કરાવી અને આગળના ગુરૂ પાસે મોકલ્‍યા. પૂ. ગુરૂદેવે પ્રત્‍યેક ગુરૂ પ્રત્‍યે પૂર્ણ સમર્પિત થઇને તેમની પાસેથી તેમનું સમસ્‍ત જ્ઞાન અર્જીત કર્યું. આ ખંડ સાધકોને પૂ. ગુરૂદેવનેી શિષ્‍યકાળની નજીક લઇ જશે. જેના દ્વારા સાધક પૂ. ગુરૂદેવ દ્વારા એક નવી પ્રેરણા અને આત્‍મબળ પ્રાપ્‍ત કરી શકશે.

 

(11:53 am IST)