Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હર્ષદ મહેતા પર બનશે સ્કેમ ૧૯૯૨

આજ વેબ-સિરીઝમાં કેતન પારેખની કાર્યપદ્ધતિ પણ સામેલ કરવામાં આવશે

મુંબઇ તા.૧૮: 'હોસ્ટેજ' જેવી સુપરહિટ વેબ-સિરીઝ આપી ચૂકેલું એપોલોઝ એન્ટરટેઇનમેન્ટ શેરબજારના કિંગ હર્ષદ મહેતા પર આધારિત વેબ-સિરીઝ 'સ્કેમ ૧૯૯૨' બનાવવા જઇ રહ્યું છે. જાણીતા બિઝનેસ-જર્નલિસ્ટ દેબાશિષ બાસુ અને સુચેતા દલાલે લખેલી બુક 'સ્કેમ ૧૯૯૨-હર્ષદ મહેતા ટુ કેતન પારેખ' પર આ વેબ-સિરીઝ આધારિત છે. ઇન્ડિયન હિસ્ટરીના સૌથી મોટા સિકયોરિટી સ્કેમ પર આધારિત આ વેબ-સિરીઝનું ડિરેકશન હંસલ મહેતા કરશે. હર્ષદ મહેતાના કેરેકટર માટે એકટરની શોધખોળ ચાલી રહી છે.હંસલ મહેતાની ઇચ્છા છે કે હર્ષદ મહેતાનું કેરેકટર પરેશ રાવલ કરે પણ ૧૦ વર્ષની જર્ની પરેશ રાવલના ચહેરા પર કેવી રીતે દેખાડવી એનો તોડ કાઢ્યા પછી પરેશ રાવલને અપ્રોચ કરવામાં આવશે, જયારે કેતન પારેખના કેરેકટર માટે તનવીર સિંહને ફાઇનલ કરવામાં આવ્યો છે. હર્ષદ મહેતાની જે કાર્યપદ્ધતિ હતી એનો કેતન પારેખે ખૂબ નજીકથી સ્ટડી કર્યો હતો. એટલે આ બન્ને કેરેકટરને સાથે લઇને સબ્જેકટ ડેવલપ કરવાનું કામ ઇઝી રહ્યું એવું ડિરેકટરનું કહેવું છે.

(11:47 am IST)