Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

આજે મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીની જાહેરાતની શકયતા

કેન્દ્રીય ચૂંટણી કમિશનરે બોલાવી આજે પ્રેસ કોન્ફરન્સ, બે તબક્કામાં થઇ શકે મતદાન

મુંબઇ તા ૧૮  :  રાજયની વિધાનસભાની આગામી ચૂંટણી બાબતની માહિતી આપવા માટે આજે કેન્દ્રિય ચુંટણી કમિશનર સુનીલ અરોરા પ્રેસ-કોન્ફરન્સ બોલાવવાના છે. જોકે સુત્રો મુજબ કદાચ આજે વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની શકયતા ઓછી છે. આમ છતાં ચૂંટણીની જાહેરાત થઇ શકે છે. રાજયમાં ઓકટોબર મહિનામાં ચૂંટણી યોજાવાની છે એ નક્કી.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાની અધ્યક્ષતામાં મંગળવારે ત્રણ સભ્યોની ટીમ મહારાષ્ટ્રમાં પહોંચી હતી. ચુંટણી જાહેર કરતાં પહેલાં આ ટીમે બે દિવસ રાજય સરકાર, પોલીસ, રેલ્વે, ઇનકમટેકસ, સેલ્સ ટેકસ તથા અન્ય વિભાગોમાના અધિકારીઓની મુલાકાત લીધી હતી. એ સિવાય આ ટીમે વિવિધ વિભાગોના કમિશનર, કલેકટર, રાજકીય પક્ષોના નેતાઓ સાથે પણ બેઠકો કરી હતી.

ત્રણ સભ્યોની ટીમ બે દિવસની મુલાકાત બાદ ગુરૂવારે એટલે કે આવતી કાલે ચુંટણીની જાહેરાત કરવાની શકયતા છે. જો કદાચ તેઓ આજે પણ જાહેરાત કરે એવું પણ સંભળાઇ રહ્યું છે. રાજયમાં બે તબક્કામાં ચૂંટણી થઇ શકે છે. જોકે ઝારખંડમાં આ વખતે જુદી પેટર્ન જોવા મળી શકે છે. ૨૦૧૪માં અહીં પાંચ તબક્કમમાં ચૂંટણીનું આયોજન કરાયું હતું. આ વખતે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે  હરિયાણાની પણ ચુંટણી યોજાવાની છે.

અધિકારીઓએ આપેલી માહિતી મુજબ  ચુંટણીની જાહેરાત થયા બાદ ચુંટણીની તૈયારી માટે અમને ૩૫ દિવસનો સમય મળવો જોઇએ. દિવાળીની રજાઓ પહેલાં આ પ્રક્રિયા પુરી થઇ જવી જોઇએ. આ વખતે દિવાળી ૨૭ ઓકટોબરે છે.

ચુંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા રાજય સરકારે ચુંટણી પંચ અને  કેન્દ્ર સરકાર પાસે વધારાની પોલીસ સુરક્ષાની માગણી કરી છે.

(11:46 am IST)