Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઇઝરાયલ ચૂંટણી

નેતન્યાહુને લાગી શકે છે ફટકોઃ એકઝીટ પોલનો દાવોઃ નહિ મળે બહુમતી

તલચાવીવ તા. ૧૮ : ઇઝરાયલમાં બેન્જામીન નેતન્યાહુનો દોર શું સમાપ્ત થઇ ગયો ? જો એકઝીટ પોલના તારણો માનીએ તો દેશમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે રહેલા નેતન્યાહુને સંસદમાં બહુમતી નહિ મળે એવામાં સતત પાંચમી વખત પીએમ બનવાનું તેમનું સપનું ચકનાચૂર થઇ  શકે છે.

જો કે પ્રચારમાં તેમણે પુરેપુરી તાકાત લગાડી હતી.

ચૂંટણીમાં કોઇને બહુમતી મળી શકે તેમ નથી ૧ર૦ સભ્યોના ગૃહમાં નેતન્યાહુના પક્ષને પપ-પ૭ બેઠકો મળે તેમ છે જયારે તેમના હરીફ બેની ગેટ્જના બ્લુ એન્ડ વ્હાઇટ પક્ષને ૬ર બેઠક મળે તેમ છે દેશમાં મિશ્ર સરકારના સંજોગો દેખાય છે.

(11:46 am IST)