Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જમ્મુ - કાશ્મીર : ઘુસણખોરી કરી રહેલા પાકના બેટ કમાન્ડો અને આતંકીઓનો ભારતીય સેનાએ ગ્રેનેડથી કર્યો સફાયો

નવો વિડિયો આવ્યો સામે : LoC પર પાકની નાપાક હરકતની પોલ ખુલી

શ્રીનગર,તા.૧૮:જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાન આતંકી ષડયંત્ર કરવામાંથી બહાર આવી રહ્યું નથી. હવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરને લોન્ચિંગ પેડથી આતંકીઓની ઘૂસણખોરીનો નવો વીડિયો સામે આવ્યો છે. ભારતીય સેનાએ ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરે બોર્ડર એકશન ટાસ્કની દ્યણી દ્યૂસણખોરીના પ્રયત્નને નિષ્ફળ કરી છે.

જમ્મૂ કશ્મીરમાં બોર્ડર પારથી પાકિસ્તાની આર્મી અને આતંકવાદીઓ વારંવાર દ્યુસણખોરીના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાની બેટે ફરી એકવાર દ્યુસમખોરીનો પ્રયાસ કર્યો છે. દ્યુસણખોરીનો પ્રયાસ કરતા બેટના જવાનોએ LoC પર હાજીપુર સેકટર પાસે પહોંચ્યા હતા. બોર્ડર એકશન ટાસ્ક  તરફથી દ્યૂસણખોરીના પ્રયત્ન દરમિયાન પાકિસ્તાનના સ્પેશ્યલ સર્વિસ ગ્રુપ (એસએસજી) કમાન્ડો અને આતંકીઓ પર ભારતીય સેનાએ ગ્રેનેડથી હુમલો કર્યો અને એમના પ્રયત્નોને નિષ્ફળ કરી દીધા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૧૨ ૧૩ સપ્ટેમ્બરે દ્યુસણખોરીનો પ્રયાસ થયો હતો.આર્ટિકલ ૩૭૦ હટાવવ્યા બાદથીઆતંકીસંગઠન ઘાટીનો માહોલ ખરાબ કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ પણજમ્મૂ કાશ્મીર પોલીસે ૩ આંતકીઓની પંજાબ જમ્મૂ કાશ્મીર બોર્ડરના લખનપુરથી ૬ AK ૪૭ સાથે ધરપકડ કરી હતી

(11:38 am IST)