Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઓછી આવક થતાં GSTના દરો નહિં ઘટે?

ઉદ્યોગ જગતની અપેક્ષાને લાગવાનો છે આંચકો

નવી દિલ્હી તા. ૧૮: આર્થિક મંદીના વાતાવરણમાં ઉદ્યોગ જગતની જીએસટી ધરવાની આશાઓને મોટો ઝટકો લાગવાનો છે. જીએસટીની આવકના અંદાજ કરતા ઓછી આવકના કારણે જીએસટી કાઉન્સીલની મીટીંગમાં દર ઘટાડવાનો પ્રસ્તાવ ઉડાડી શકાય છે.

જીએસટી કાઉન્સીલના સભ્ય અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીએ પત્રકારોને જણાવ્યું કે જીએસટી દરોને ઘટાડવાની કોઇ ગુંજાશ જ નથી. તેમણે ઘણા રાજયોના નાણા પ્રધાનો સાથે થયેલી વાતચીતનો હવાલો આપા કહ્યું કે રાજયોના વિરોધના કારણે ઓટો, એફએમસીજી, બીસ્કીટ જેવી આઇટમો પર જીએસટી ઘટવાની શકયતા નથી. તેમણે એમ પણ કહ્યું કે ખાલી જીએસટી દરો ઘટાડવાથી આર્થિક હાલત ન સુધરે અને ન વેચાણ વધે. આ મહિનાની શરૂઆતમાં જીએસટી કાઉન્સીલની ફીટમેંટ કમીટીની ર દિવસની મીટીંગ થઇ હતી.

મીટીંગમાં એ વાતનો અંદાજ મુકવામાં આવ્યો હતો કે જો ઓટોમોબાઇલ સેકટરના જીએસટી દરોને ર૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાય તો સરકારી ખજાનાને કેટલું નુકસાન થાય એ જ બેઠકમાં કમીટીએ ૪પ હજાર કરોડથી પણ વધારે નુકસાન જવાની શંકા વ્યકત કરી હતી. આટલો મોટો બોજ રાજયો બિલકુલ ઉઠાવવા નથી ઇચ્છતા.

ઉલ્લેખનિય છે કે છેલ્લા ઘણાં મહિનાઓથી ઓટોમોબાઇલમાં ઘટી રહેલા વેચાણ પછી ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓએઢ સરકાર પાસે માગણી કરી હતી કે જીએસટી ઘટાડવામાં આવે. નાણા પ્રધાનની સાથે પરિવહન પ્રધાન ગડકરી અને ભારે ઉદ્યોગ પ્રધાન અર્જુનરામ મેઘવાલે પણ વિશ્વાસ અપાવ્યો હતો કે સરકાર તેમની માંગણીઓ પર વિચાર કરશે.

(11:39 am IST)