Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે ધોકો પછાડતુ કેન્દ્ર

બીજી ઓકટોબર સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રોડકટનું ઉત્પાદન બંધ કરાવો : રાજ્યોને નિર્દેશઃ પ્લાસ્ટિકની બેગ, પ્લાસ્ટિકની કટલેરી, થર્મોકોલની કટલરીનું ઉત્પાદન બંધ થશેઃ કૃત્રિમ ફુલ, બેનર્સ, ફલેગ, ફુલદાની, બોટલો સ્ટેશનરી વગેરેનો વપરાશ બંધ થશે

નવી દિલ્હી,તા.૧૮: સિંગલ યુઝ પ્લાસ્ટિક કેન્દ્ર સરકાર મોટી જંગ છેડવાનું મન બનાવી ચુકી છે. તેના હેઠળ આ પ્રકાર ના પ્લાસ્ટિકના ઉત્પાદન પર ચેક લગાવાનો પ્લાન છે. આ અંગે રાજ્યો અને કેેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઇઝરી મોકલવામાં આવી છે. તેમાં જણાવામા આવ્યું છે કે ૨ ઓકટોબર પહેલા પ્લાસ્ટિક રેટ, પ્લાસ્ટિક કટલેરી અને થર્મોકોલથી બનેલી કટલેરીના ઉત્પાદન પર પ્રતિબંધ લાદવામાં આવે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અગાઉ પણ ૨૦૨૨ સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગને બંધ કરવાની વાત કરી ચુકયા છે.

આ અંગે પર્યાવરણ મંત્રલાયે આ મહીનાની શરૂઆતમાં એડવાઇઝરી જાહેર કરી હતી. એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું હતું કે સરકારી ઓફિસ, પબ્લિક અને પ્રાઇવેટ કંપનીઓ, ઓફિસોમા૦ પ્લાસ્ટિકના ઉત્પાદક જેવા કૃત્રિમ ફુલ, બેનર્સ, ફલેગ, ફુલ લગાવાના પોટ પ્લાસ્ટિકની પાણીની બોટલો, પ્લાસ્ટિક સ્ટેશનરી આઇટમ્સ વગેરે ઉપયોગ કરવામાં આવે નહીં.

 હાલમનં લોકોમાં એ વમત અંગે કન્યુઝન છે કે  સિંગલ યુઝ પ્લાસ્ટિક હેઠળ શું આવે છે મંત્રાલય તેની પરિભાષા સ્પષ્ટ કરશે. હાલમાં ૨૪ રાજ્યો અને  ૬ કેન્દ્રશાસિત પ્રદેશોને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે સાથે જ કહેવામાં આવ્યું છે કે તેની તરફથી કોઇ મંતવ્ય આપવામાં આવશે.

સરકારની એડવાઇઝરી મુજબ અનેક વસ્તુનો ઉપયોગ બંધ થઇ શકે છે હાલમાં પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિક કટલેરી, કપ, ચમચી વગેરે, આ ઉપરાંત થર્મોકોઇની પ્લેટપ નકલી ફુલ, ઝંડા પીઇટી પ્લાસ્ટિકની પાણીની બોટલ,પ્લાસ્ટિની સ્ટેશનરી આઇટમ જેવા ફોલ્ટર વગેરેનો ઉપયોગ બની શકે તો કરવાનો નહીં.

એડવાઇઝરીમાં ઓફિસોમાં દરેક પ્રકારના કચરાને અલગ રાખવાની વ્યવસ્થા હોવી જોઇએ. એવું જણાવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્યોમાં ટીવી, રેડિયો દ્વારા લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા માટે જાગૃત રહેવાનું કહેવામાં આવ્યું છે તેમાં જણાવામાં આવ્યું  છે કે ટુરિસ્ટ સ્પોટ ધાર્મિક સ્થળ, બીચ, શાળા, કોલેજમાં તેનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ.

ઉલ્લેખનીય છે કે કંપનીઓ એવા પ્લાસ્ટિકના વિકલ્ણ પર વિચાર કરસ રહી છે અને સરકાર પાસે કેટલોક સમય માંગે છે સરકાર પણ કંપનીઓને સમય આપવાની ઇન્કાર કરી રહી નથી.

(11:36 am IST)