Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

હાય રે મંદી... રાજકોટમાં હપ્તે હપ્તે કપડાઃ કંપની આપે છે લોન

હપ્તે હપ્તે ટીવી મળે, ફ્રીઝ મળે, મકાન મળે, એસી મળે હવે કપડા લેવા માટે પણ લોન : ઝીરો ટકા વ્યાજઃ ઝીરો ડાઉન પેમેન્ટ પર મળવા લાગ્યા તૈયાર કપડાઃ સ્કીમને જોરદાર પ્રતિસાદ

રાજકોટ તા. ૧૮ : હપ્તે ટીવી-ફ્રીજ મળે, અવન અને વોશિંગ મશીન મળે તથા લોન પર ઘર પણ મળે તેમ જ ઓફીસ લેવી હોય તો પણ લોન મળે, પરંતુ કપડા માટે લોન મળે ખરી ? હા, મળે છેઅને રાજકોટના રૈયા રોડ પર આવેલી ઝીલ ફેશન્સે હપ્તેથી કપડા આપવાનું શરૂ પણ કર્યું છે, મંદીના આ ચરમસીમા છે. લોકો પાસે કપડાં ખરીદવા માટે પણ પૈસા નથી રહ્યા એનો આ પુરાવો છે. ઝીલ ફેશનન્સે પણ આ મંદિને જોઇને જ હપ્તેથી કપડાં આપવાની યોજનાનો વિચર કર્યો અને આજે એવી પરિસ્થિતિ છે. કે એની આ સ્કીમ જબરદસ્ત હિટ થઇ છે. માણસની ત્રણ મૂળભૂત જરૂરિયાતો -રોટી, કપડાં અને મકાન-માંથી મકાન તો અત્યાર સુધી લોનના હપ્તા ચુકવી ખરીદાતું હતું. હવે હપ્તેથી  ખરીદીમાં કપડાંનો પણ નંબર લાગી ગયો છે. ભયંકર મંદીનાં ડાકલાં જોતાં રોટીને પણ લોન પર ખરીદવી પડે એવા દિવસો કયારે આવે છે એ જોવાનું છે. ઝીલ ફેશન્સના માલિક ધર્મેશ વિઠ્ઠલાણીએ કહ્યું કે 'હપ્તેથી કપડાંની સ્કીમ અમે એક વર્ષ પહેલાં શરૂ કરી હતી. મંદી એ જ સમયે દેખાવા લાગી હતી, જેને લીધે અમે બજાજ ફાઇનેન્સ સાથે વાત કરી અને એને કન્વીન્સ કરી. એણે તૈયારી દેખાડી એટલે બજાજ ફાઇનેન્સ સાથે અમે આ સ્કીમ ઇન્ટ્રોડયુસ કરી, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ઝીરો ડાઉન પેમેન્ટ અને ઝીરો ઇન્ટરેસ્ટની આ સ્કીમને કારણે આજે લોકો આવીને આખી ફેમિલીનાં કપડાં એકસાથે લઇ શકે છે. તહેવારની સીઝનમાં પગારદાર લોકોની હાલત ખરાબ થાય છે, પણ અમારી સ્કીમને કારણે હવે એ પણ ઇઝીલી શોપિંગ કરી શકે છેતેમ મીડ ડે જણાવે છે.

મંદીના આ માહોલ વચ્ચે સંયુકત ફેમિલીમાં જે રહેતું હોય તેને તહેવાર નડી જાય.છે. હમણાં જન્માષ્ટમી ગઇ. બે ભાઇઓની એક ફેમિલી સાથે રહે. બન્ને ભાઇઓને પાંચ બાળકો. નાનાં શહેરોમાં તહેવારોનું મહત્વ અદકેરૃં હોય છે. જો બધાને એકેએક જોડી પણ કપડાં લઇ આપવામાં આવે અને એ પણ અજાણી કે ઓછી જાણીતી બ્રેન્ડનાં તો પણ નાખી દેતાં બિલ ઓછામાં ઓછું પાંચ-સાત હજારે પહોંચી જાય અને જો એવું બને તો તહેવારમાં ફકત કપડાં જ આવે, બીજું કાંઇ નહીં. જન્માષ્ટમી જેવા દિવસોમાં સૌરાષ્ટ્રમાં બધા આજુબાજુમાં ફરવા પણ જતા હોય, પણ જો અડ઼ધી સેલેરી આ રીતે કપડાંમાં જ ચાલી જાય તો રજાની બાકીની મજા બગડી જાય.

ધર્મેશભાઇ કહે છે. 'નવાં કપડાં પહેરીને ઘરમાં બેસી રહેવાનો તો કોઇ અર્થ નથી, એ પહેરીને બહાર જ જવાનું હોય. હપ્તેથી કપડાં મળતાં હોવાને કારણે એનો ફાયદો એ થયો કે લોકો બધાને કપડાં પણ લઇ આપી શકે છે અને વેકેશન મુજબ ફરવા જવાનું પ્લાનિંગ પણ કરી શકે.'

ઝીલ ફેશન્સની ઇએમઆઇ સ્કીમ જોઇને રાજકોટમાં ગયા મહિને ગુંદાવાડી વિસ્તારમાં ન્યુ જનરેશન ફેશન્સે પણ હપ્તેથી કપડાં આપવાનું શરૂ કર્યું છે. કોટક બેન્કના સેલ્સ એકિઝકયુટિવ રવિ પુરોહિત કહે છે, 'અમારી પાસે બીજી પણ બે-ત્રણ ઇન્કવાયરી આવી છે. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર અમે આ સ્કીમનેઢ વર્કઆઉટ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ. મંદીને કારણે આ પ્રકારની ઓફર લોકોને અટ્રેકટ કરે એ સમજી શકાય. કારણ કે ઇએમઆઇ પર શોપિંગ કરવાથી પેમેન્ટ ચુકવવામાં જે સરળતા રહે છે એને લીધે મંદી વચ્ચે પણ માણસ પોતાનો પ્રસંગ કે તહેવાર સાચવી શકે છે.'

ગુંદાવાડીની ન્યુ જનરેશન ફેશન્સના માલિક સંજય રાજદેવ કહે છે, 'હપ્તેથી કપડાં લેવામાં બેન્ક અમારૃં પેમેન્ટ ચુકવી દે છે, જેના પર અમુક પર્સન્ટ કમિશન બેન્ક પહેલેથી લઇ લે. રેડીમેડ ગાર્મેન્ટ્સમાં માર્જિન સારૃં હોય એટલે એ કમિશન ચૂકવવું પોસાય તો સાથોસાથ મંદીમાં વેપાર કરવડાનું એક અટ્રેકશન પણ ઉમેરાય, જેનો લાભ અમને ચોખ્ખો દેખાય છે.'

રાજકોટના જ એક વેપારીની દીકરીનાં મેરેજ નવરાત્રિમાં છે. દીકરીને પરણાવીને કેનેડા મોકલવાની છે. મેરેજ દોઢ વર્ષ પહેલાં નકકી થયાં હતાં, પણ એ પછી માર્કેટમાં મંદી આવી અને બધાં પ્લાનિંગ વિખાઇ ગયાં પણ હપ્તેથી કપડાંની આ સ્કીમને લીધે એ વડીલે દીકરી અને જમાઇનાં બધાં કપડાં હપ્તેથી ખરીદ્યાં, હવે તેઓ ૧ર હપ્તામાં આ પેમેન્ટ ચૂકવી દેશે.

કઇ રીતે કરવામાં આવે છે ઇએમઆઇ શોપિંગ?

જો તમારે ઇએમઆઇ પર શોપિંગ કરવું હોય તો મિનિમમ પ૦૦૦ રૂપિયાની ખરીદી કરવી પડે છે. પ૦૦૦ના બિલના સીધા ત્રણ ઇએમઆઇ થઇ જાય અને ખરીદીના નેકસ્ટ મહિનાથોી હપ્તો બેન્કમાં આવી જાય. કોઇ ડાઉન પેમેન્ટ નહીં અને કોઇ ઇન્ટરેસ્ટ પણ નહીં. પ૦૦૦થી વધારેનું શોપિંગ કરો તો ઇન્સ્ટોલમેન્ટ વધારે થઇ શકે. આ મહિનેથી રાજકોટના આ વેપારીઓ મિનિમમ ખરીદી. ૩૦૦૦ પર ઇએમઆઇની સ્કીમ ઓફર કરવાના છે અને જો મંદી વધશે તો દિવાળી સુધીમાં મિનિમમ ખરીદીનો આંકડો ર૦૦૦નો કરવામાં આવશે.

(11:36 am IST)
  • લ્યો બોલો.... ખાતામાં ભુલથી ૪૦ લાખ આવી ગયા : પતિ - પત્નિએ વાપરી નાખ્યાઃ આખરે જેલ : તિરૂપુરની ઘટના એક પતિ - પત્નિના ખાતામાં ભુલથી ૪૦ લાખ જમા થઇ જતા તેઓએ આ રકમ વાપરી નાખીઃ કોર્ટે પતિ - પત્નિને ૩ વર્ષની જેલ ફટકારી : ૨૦૧૨નો જે કેસ આ રકમમાંથી દંપતિએ પ્રોપટી ખરીદી અને પુત્રીના લગ્ન પણ કરી નાખ્યાઃ કેસ ચાલી જતા કોર્ટે સજા ફટકારીઃ પતિ - પત્નિ ૪૦૩ અને ૧૨૦ બી હેઠળ કાર્યવાહી થઇ access_time 3:54 pm IST

  • અમેરીકા જવા માટે વડાપ્રધાને પાકિસ્તાન એરસ્પેસ ખોલવાની માંગણી કરીઃ પાક મિડીયા : ઇસ્લામાબાદઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ટુંક સમયમાં અમેરીકા જવાના છે ત્યારે ભારતે તેમના માટે પાકિસ્તાનની એરસ્પેસની ખોલવાની માંગણી કરી છે. તેમ પાક મીડીયાએ જણાવ્યું છે. access_time 3:56 pm IST

  • મુંબઈ : નાસિક-પૂણે-ઓરંગાબાદ સહિતના પશ્ચિમ મહારાષ્ટ્રના મોટાભાગના શહેરોમાં ભારેથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે માથેરાન-લોનાવાલા-માલસેજ અને મહાબળેશ્વર જેવા ઘાટ ઉપર આવેલા પ્રવાસન સ્થળોએ અતિભારે વરસાદની આગાહી થઈ છે access_time 7:38 pm IST