Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

અફઘાનિસ્તાનઃ રાષ્ટ્રપતિ અશરફ ગનીની ચૂંટણી રેલીમાં વિસ્ફોટઃ ૨૪ના મોત

વિસ્ફોટ થયો એ સમયે રાષ્ટ્રપતિ ગની ઘટનાસ્થળે હાજર હતા, પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી

કાબુલ, તા.૧૮: અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીનીચૂંટણી રેલીમાં થયેલા એક ભીષણ વિસ્ફોટમાં ૨૪ લોકોનાં મોત થયાં છે. અફદ્યાનિસ્તાનના ઉત્ત્।રી રાજય પરવાનમાં થયેલા આ વિસ્ફોટમાં ૩૧ લોકો ઘાયલ થયા છે. અફઘાની અધિકારીઓ અુસાર, આ વિસ્ફોટ એક પોલિસ વાહનમાં રાષ્ટ્રપતિ અશરફ ગનીની રેલીના સ્થળની નજીક થયો હતો.

રાષ્ટ્રપતિના ચૂંટણી અભિયાનના પ્રવકતા હામિદ અઝીઝે જણાવ્યું કે, વિસ્ફોટ થયો એ સમયે રાષ્ટ્રપતિ ગની ઘટનાસ્થળે હાજર હતા, પરંતુ તેમનો આબાદ બચાવ થયો હતો. આ હુમલાની હજુ સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી. પરવાન રાજયના ગવર્નરના પ્રવકતા વાહિતા શાહકરે જણાવ્યું કે, વિસ્ફોટ ત્યારે થયો જયારે મંગળવારે એક કાર્યક્રમના પ્રવેશ દ્વાર પર રાષ્ટ્રપતિની રેલી ચાલી રહી હતી.

અફઘાનિસ્તાનમાં આવતા મહિના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. જેના કારણે દેશમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. ચૂંટણી માટે આયોજિત રેલીઓમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોવાના કારણે અફઘાનિસ્તાનમાં સક્રિય આતંકવાદી સંગઠનો તકનો લાભ લઈને આતંકવાદી હુમલા કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આ હુમલા વખોડી કાઢયો હતો.

(10:44 am IST)
  • રેલ્વે કર્મચારીઓને ૭૮ દિવસનું બોનસઃ દેશમાં ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ : કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇઃ મહત્વના નિર્ણયો લેવાયાઃ રેલ્વે કર્મચારીઓને સતત ૬ઠ્ઠા વર્ષે ૭૮ દિવસના બોનસની જાહેરાતઃ ૧૧ લાખ કર્મચારીઓને ફાયદોઃ કેબિનેટે ઇ-સિગારેટ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકયોઃ ઇ-સિગારેટના ખરીદ, વેચાણ, વિજ્ઞાપન ઉપર પ્રતિબંધઃ ઇ-સિગારેટની લત હાનિકારક હોવાથી પ્રતિબંધ ફરમાવાયો access_time 3:59 pm IST

  • લ્યો બોલો.... ખાતામાં ભુલથી ૪૦ લાખ આવી ગયા : પતિ - પત્નિએ વાપરી નાખ્યાઃ આખરે જેલ : તિરૂપુરની ઘટના એક પતિ - પત્નિના ખાતામાં ભુલથી ૪૦ લાખ જમા થઇ જતા તેઓએ આ રકમ વાપરી નાખીઃ કોર્ટે પતિ - પત્નિને ૩ વર્ષની જેલ ફટકારી : ૨૦૧૨નો જે કેસ આ રકમમાંથી દંપતિએ પ્રોપટી ખરીદી અને પુત્રીના લગ્ન પણ કરી નાખ્યાઃ કેસ ચાલી જતા કોર્ટે સજા ફટકારીઃ પતિ - પત્નિ ૪૦૩ અને ૧૨૦ બી હેઠળ કાર્યવાહી થઇ access_time 3:54 pm IST

  • આવતીકાલ 19 સપ્ટેમ્બર ગુરુવારે ટ્રાન્સપોર્ટરોની દેશવ્યાપી હડતાલ : નવા ટ્રાફિક નિયમોના જંગી દંડ વિરુધ્ધ એલાને જંગ access_time 12:31 pm IST