Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપરના અત્યાચારની પરાકાષ્ટા સમાન બનાવ : મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હિન્દૂ યુવતી નમ્રતા ચંદાનીનું શકમંદ હાલતમાં મોત : હોસ્ટેલની રૂમમાં પલંગ સાથે બાંધેલો મૃતદેહ મળી આવ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનની લરકાના મેડિકલ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી લઘુમતી કોમની હિન્દૂ યુવતી નમ્રતા ચંદાનીનું શકમંદ હાલતમાં મોત થયું હોવાનું જાણવા મળે છે.યુવતીનો મૃતદેહ તેની હોસ્ટેલના રૂમમાંથી પલંગ સાથે બાંધેલો મળી આવ્યો છે.

પોલીસના મંતવ્ય મુજબ આ ઘટનાને આત્મહત્યા ગણવી વહેલું ગણાશે યુવતીના ભાઈ ડો.વિશાલ સુંદરએ આ બનાવને લઘુમતી ઉપરના અત્યાચાર સમાન ગણાવ્યો છે.કારણકે તેના મૃતદેહ ઉપર ઘણી જગ્યાએ પ્રહાર તથા ચોટના નિશાન જોવા મળ્યા છે.આ ઘટનાએ પાકિસ્તાન સ્થિત લઘુમતી હિન્દૂ કોમમાં ભારે રોષ જગાવ્યો છે તથા હિન્દુઓની સલામતી વિષે સવાલો ઉઠાવાઈ રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:14 pm IST)