Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

નીચલી અદાલતોમા એક દાયકાથી જુના 22 લાખથી વધુ કેસો પેન્ડિંગ

નવી દિલ્હી :એક દાયકાથી જૂના ૨૨ લાખથી વધુ કેસો દેશની વિવિધ કોર્ટોમાં પેન્ડિંગ છે નીચલી અદાલતોમાં આશરે . કરોડ કેસો પેન્ડિંગ છે. જેના .૨૯ ટકા કેસો પેન્ડિંગ છે, તેમ નવા પ્રસિધ્ધ થયેલા અહેવાલોમાં જણાવાયું છે.

નેશનલ જ્યુડિશીયલ ડેટા ગ્રીડના જણાવ્યાનુસાર ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ ૧૦ કે તેથી વધુ વર્ષના કુલ ૨૨,૯૦,૩૬૪ કેસો પેન્ડિંગ હતા. આમાંથી આશરે લાખ જેટલાં કેસો સિવિલ કોર્ટોમાં છે અને આશરે ૧૭ લાખ કેસો ક્રિમિનલ છે. સિવિલ કેસોમાં સામાન્યપણે વ્યક્તિઓ અથવા સંગઠનો વચ્ચેના ખાનગી વિવાદો સામેલ હોય છે.

નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ હાલના -કોર્ટ્સ ઇન્ટેગ્રેટેડ મિશન મોડ પ્રોજેક્ટનો એક ભાગ છે. તે કેસોની પેન્ડેન્સી ઘટાડવા માટે તેમને ઓળખવા, સંચાલન કરવાની દિશામાં દેખરેખ રાખે છે. ડેટા સિવિલ અને ક્રિમિનલ કેસોમાં અલગ વહેંચાય છે અને જેટલાં વર્ષથી કેસો પેન્ડિંગ છે તેમાં તેને વર્ગીકૃત કરાય છે

(1:03 am IST)