Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આરકોમે ટેલિકોમ સેકટરને કરી અલવિદા :રિયલ એસ્ટેટ ઉપર ધ્યાન આપવા ટેલિકોમ વેપારમાંથી નીકળી બહાર

 

મુંબઈ :આરકોમના અનિલ અંબાણીએ જણાવ્યું કે રિલાયન્સ કમ્યુનિકેશન (આરકૉમ) ટેલિકૉમ (દૂરસંચાર) વ્યાપારથી બહાર નિકળી રહી છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલી કંપનીએ પગલુ ભવિષ્યમાં રિયલ એસ્ટેટ વેપાર પર ધ્યાન કેન્દ્રીત કરવાના ઉદ્દેશ્યથી ઉઠાવ્યું છે.

 આરકૉમની 14મી વાર્ષિક સામાન્ય બેઠકમાં અંબાણીએ શેરધારકોને કહ્યું કે આરકૉમની પ્રાથમિકતા પોતાના 40,000 કરોડથી વધુના દેવાનુ સમાધાન કરવાનુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમે ક્ષેત્રમાં હવે આગળ કામ કરીશું નહીં. નિર્ણય ઘણી બધી અન્ય કંપનીઓએ પણ કર્યો છે. ભવિષ્યની દીવાલ પર લખવા જેવુ છે. અમે મોબાઈલ ક્ષેત્રમાંથી નિકળી રહ્યા છે, અમે યોગ્ય સમય પર પોતાના એન્ટરપ્રાઈઝ વ્યવસાયને પ્રસ્થાપિત કરીશું.

 ભવિષ્યમાં રિલાયન્સ રિયલ્ટી કંપનીના વિકાસનું એન્જિન હશે. દેશની આર્થિક રાજધાનીના બહારના વિસ્તારમાં 133 એકરના પ્લોટ પર બનેલા ધીરૂભાઈ અંબાની નૉલેજ સિટી (ડીએકેસી) તરફ ઈશારો કરી અંબાણીએ કહ્યું કે આરકૉમના ભૂતપૂર્વ કાર્યાલયની પાસે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ઘણી તકો છે. આરકૉમ પર ચીની બેંક સહિત 38 દેવાદારોના 40,000 કરોડ રૂપિયાનું દેવુ છે, જેને કંપની સ્ટ્રેટેજિક ડેટ રિસ્ટ્રક્ચરિંગ (એસડીઆર) પ્રક્રિયા દ્વારા ચૂકવશે.

(10:42 pm IST)