Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય કિશોરભાઇ પાદરીયા ર લાખની લાંચના છટકામાં ઝડપાયાઃ

રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી. જાડેજાના સુપરવિઝનમાં પી.આઇ. કૃષ્ણકુમારસિંહ ગોહિલ દ્વારા કાર્યવાહીઃ રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ

રાજકોટઃ  રાજકોટ એસીબી દ્વારા રાજકોટ જિલ્લા પંચાયત(પેઢલા સીટ) ના સભ્ય કિશોરભાઇ પોપટભાઇ પાદરીયાને રૂ. બે લાખની લાંચના છટકામાં એસીબી રાજકોટના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના સુપરવિઝન હેઠળ એસીબી રાજકોટ  ગ્રામ્યના પીઆઇ કૃષ્ણકુમારસિંહ ગોહિલ દ્વારા જેતપુર હાઇવે પરની  અંકુર હોટલ નજીકથી આબાદ ઝડપી લેવામાં આવ્યા છે. આમ એસીબી વડા કેશવકુમાર દ્વારા નાના નાના માછલાઓને ઝડપવાના બદલે મોટા મગરમચ્છોને એસીબીની જાળમાં ફસાવવાના સુચનનો રાજકોટ એકમ દ્વારા સફળતાપૂર્વક અમલની પરંપરા સર્જાઇ રહી છે.

જેતપુર તાલુકાના અલગ અલગ ગામોમાં એલઇડી લાઇટો લગાવવાના કામ બદલ  પોતાના કમિશનની લાંચ પેટેના રૂ. બે લાખની લાંચની માગણી કરેલ જે રકમ સ્વિકારતા ઝડપાઇ ગયા છે. જિલ્લા પંચાયતના સભ્ય આવડી મોટી લાંચની રકમમાં ઝડપાઇ જતા રાજકીય ક્ષેત્રે ભૂકંપ સર્જાયો છે.

(8:31 pm IST)