Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચીનની અેમઆઇ કંપની ઓછી કિંમતમાં હાઇ અેન્ડ સ્‍પેસીફીકેશન સ્‍માર્ટ ફોન લોન્‍ચ કરીને ગ્રાહકોની ફેવરીટ કંપની બની

સ્માર્ટફોન્સના વેચાણ બાબતે શાઓમી ભારતમાં સૌથી આગળ છે. ચીનની આ કંપની ઓછી કિંમતમાં હાઈ-એન્ડ સ્પેસિફિકેશન વાળા સ્માર્ટફોન્સ લોન્ચ કરીને ગ્રાહકોની ફેવરિટ બની છે. કંપનીના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટે શાઓમી ફોન્સની ઓછી કિંમત બાબતે વિસ્તૃત જાણકારી આપી છે.

કંપનીના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટના જણાવ્યા અનુસાર, કંપની પોતાના મૉડલ્સમાં એક જેવા કમ્પોનન્ટ્સનો ઉપયોગ કરી રહી છે, જેનાથી ફિઝિકલ રિટેલમાં કિંમતો ઓછી થઈ છે. આ સિવાય ચીનની અત્યંત મજબૂત મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમથી પણ કંપનીને લાભ થાય છે. શાઓમી પોતાના ફોન્સ પર મળતા અત્યંત ઓછા લાભ(5 ટકાથી પણ ઓછા)ને વધારવાનો પ્રયત્ન કરી રહી છે.

કંપની પોતાના ફોન્સમાં અલગ અલગ એપ્સ અને OSમાં જાહેરખબરની મદદથી પૈસા કમાઈ રહી છે. એક ટ્વિટર યુઝરે શેર કરેલા સ્ક્રીનશૉટ અનુસાર, કોઈ એપ પર નહીં પણ ફોનના સેટિંગ્સ પેજ પર એડ દેખાઈ રહી હત.

આ પહેલી વાર નથી કે શાઓમીના ફોન્સમાં આ રીતે જાહેરખબર જોવા મળી હોય. આ પહેલા પણ મે મહિનામાં બેંગ્લોરના એક યુઝરે જણાવ્યુ હતું કે શાઓમીના એપ સ્ટોરમાં તેમને એક એડ દેખાઈ હતી. શાઓમીએ ત્યારે કહ્યુ હતું કે આ એડ્વર્ટાઈઝમેન્ટ એક થર્ડ- પાર્ટી નેટવર્ક દ્વારા આપવામાં આવે છે, અને કંપની તેને રિવ્યુ નથી કરતી. હવે યુઝર્સ જણાવી રહ્યા છે કે, આ સિસ્ટમ એડ્સને સેટિંગ્સ પેજ પર રિકમન્ડેશન્સને ટર્ન ઓફ કરીને ડિસેબલ કરી શકાય છે.

(5:13 pm IST)