Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ભારતીય સૈન્યમાં આંતરિક ડખ્‍ખાથી નુકશાનઃ અેકબીજા ઉપર લડાઇ કરતા સૈનિકો હત્યા કે આત્મહત્યા કરી લે છે

નવી દિલ્હી- ભારતીય સેનાને દુશ્મનો સાથે લડતા જેટલું નુકસાન થાય છે, તેનાથી વધારે નુકસાન આંતરિક રીતે થાય છે. ઘણી વાર સૈનિક એકબીજા સાથે લડાઈ કરે છે અને વાત હત્યા સુધી પહોંચી જાય છે. સૈનિકોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધારે છે. જાણો, શું કહે છે આંકડા?

ભારતીય સેનાના 18મી સિખ રેજિમેન્ટના એક જવાને સોમવારના રોજ સવારે પોતાના બે સાથીઓને ગોળી મારી અને પછી પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી. ગયા વર્ષે બિહારના દાનાપુર કેન્ટમાં એક જવાને પોતાના સાથીની હત્યા કરી અને પોતે પણ આત્મહત્યા કરી. ફ્રેટરિસાઈડ(સ્વજનોની હત્યા)ને કારણે 4 વર્ષમાં(2014-2017) 8 સૈનિકોએ જીવ ગુમાવ્યો છે.

2014થી 2017 દરમિયાન અથડામણમાં 183 સૈનિક શહીદ થયા છે, એટલે કે દર વર્ષે અથડામણમાં 46 સૈનિક શહીદ થયા છે. પરંતુ આનાથી વધારે ચિંતાજનક આંકડો સૈનિકોની આત્મહત્યાઓનો છે. આ દરમિયાન 340 સૈનિકોએ આત્મહત્યા કરી છે, એટલે કે દર વર્ષે 85 સૈનિકોએ પોતાનો જીવ લીધો છે. સૈનિકોની આત્મહત્યા પાછળ સ્ટ્રેસને અગત્યનું કારણ માનવામાં આવે છે.

સૈનિકોના સ્ટ્રેસ માટે તેમના જૉબનો નેચર, દુર્ગમ વિસ્તારોમાં લાંબા સમય સુધી પરિવારતી દૂર તૈનાતી અને ઘરેલુ કારણોને જવાબદાર માનવામાં આવે છે.

આ સ્થિતિ માત્ર સેનાની જનથી, પરંતુ પેરામિલિટ્રિ ફોર્સિસની પણ આ જ સ્થિત છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં CRPFના એક કોન્સ્ટેબલે પોતાના જ 4 સાથીઓની હત્યા કરી હતી અને એક ઈજાગ્રસ્ત થયો હતો. આનાથી એક મહિના પહેલા જ BSFના એક જવાને જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા સ્થિત કેમ્પમાં અથડામણ પછી પોતાના જ સાથીની હત્યા કરી હતી.

(5:11 pm IST)