Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

નોટબંધીમાં ગુજરાતની ૪ સહિત ૧૦ મોટી બેંકોમાં બદલાવી હતી નોટ : રાજકીય પક્ષોના ઇશારે થયો હતો 'ખેલ'

આરટીઆઇથી મળેલી જાણકારી અનુસાર આ કોઓપરેટિવ બેંકોમાં નોટબંધી વખતે મોટા પ્રમાણમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બદલવામાં આવી હતી

નવી દિલ્હી તા. ૧૮ : દેશમાં ૧૦ મોટી ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકોના પ્રબંધન બીજેપી, કોંગ્રેસ, એનસીપી અને શિવ સેનાના નેતાઓના હાથમાં છે. એક અંગ્રેજી સામાચાર ઇન્ડિયન એકસપ્રેસે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે આરટીઆઇથી મળેલી જાણકારી અનુસાર આ કોઓપરેટિવ બેંકોમાં નોટબંધી વખતે મોટા પ્રમાણમાં ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટો બદલવામાં આવી હતી.

રિપોર્ટના અનુસાર નેશનલ બેંક ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)થી આરટીઆઇના અંર્તગત મળેલી જાણકારી અનુસાર નોટબંધી વખતે દેશમાં ૩૭૦ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંતોમાં નોટ બદલવામાં આવ્યા હતા. આ બેંકોમાં ૨૨૨૭૦ કરોડ રૂપિયાના ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બદલવામાં આવ્યા હતા. જેમાંથી ૧૮.૮૨ ટકા (૪૧૯૭.૩૯ કરોડ) રૂપિયા માત્ર ૧૦ મોટી બેંકોમાં બદલવવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ ૧૦ બેંકોમાંથી ૪ બેંકો ગુજરાતમાં સ્થિત છે ત્યારે ૪ મહારાષ્ટ્રમાં અને એક બેંક હિમાંચલ પ્રદેશ તેમજ એક બેંક કર્ણાટકમાં સ્થિત છે.

આરટીઆઇમાંથી મળેલી જાણકારી અનુસાર ૭૪૫.૫૯ કરોડ રૂપિયા અમદાવાદ ડિસ્ટ્રિકટ કોઓપરેટિવ બેંકમાં બદલવામાં આવ્યા હતા. આ બેંકના ડિરેકટર્સમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ શામેલ છે. ત્યારે આ બેંકના ચેરમેન ભાજપના નેતા અજય પટેલ છે. ગુજરાતમાં હાજર બીજી કોઓપરેટિવ બેંક રાજકોટમાં સ્થિત છે. તેનું નામ રાજકોટ ડિસ્ટ્રિકટ કોઓપરેટિવ બેંક છે. આ બેંકના પ્રમુખ ભાજપના નેતા ગુજરાત સરકારમાં જયેશ રાદડીયા છે. આ બેંકમાં ૬૯૩.૧૯ કરોડ રૂપિયા બદલવામાં આવ્યા હતા.

ત્રીજી કોઓપરેટિવ બેંક જેમાં સૌથી વધુ નોટ બદલવામાં આવ્યા તે પુણેમાં સ્થિત છે. આ બેંકનું નામ પુણે ડિસ્ટ્રિકટ કોઓપરેટિવ બેંક છે. અહિંયા કુલ ૫૫૧.૬૨ કરોડ રૂપિયાના નોટ બદલવવામાં આવ્યા હતા. આ બેંકના અધ્યક્ષ એનસીપીના પૂર્વ ધારાસભ્ય રમેશ થોરાટ છે. કોંગ્રેસના નેતા અર્ચના ગોર આ બેંકના ઉપાધ્યક્ષ છે. આ બેંકમાં એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા અજીત પવાર પણ નિયામક છે. આરટીઆઇમાં મળેલી જાણકારી અનુસાર નાબાર્ડે આ બધી ૩૭૦ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકોમાં નોટ બદલનારા લગભગ ૩૧૧૫૯૬૪ લોકોના પેપર તપાસ્યા હતા. તે જ સમયે, આ પણ જાણવા મળ્યું હતું કે મોટાભાગના રાજયોમાં, ડિસ્ટ્રિક સેન્ટ્રલની ઓપરેટિવ બેંકો સ્થાનિક પક્ષોના નિયંત્રણ હેઠળ છે, ખાસ કરીને સત્તામાં હાજર પક્ષોના નેતાઓના હાથમાં છે.(૨૧.૨૯)

.   અમદાવાદ ડિસ્ટ્રિકટ કોઓપરેટિવ બેંકમાંથી ૭૪૫.૫૯ કરોડ રૂપિયા બદલાવવામાં આવ્યા હતા.

.   રાજકોટ ડિસ્ટ્રિકટ કોઓપરેટિવ બેંકમાંથી ૬૯૩.૧૯ કરોડ રૂપિયા બદલાવવામાં આવ્યા હતા.

.   નોટબંધી સમયે ૩૭૦ બેંકોમાંથી ૨૨૨૭૦ કરોડ રૂપિયાના ૫૦૦ અને ૧૦૦૦ની નોટ બદલાવવામાં આવી હતી.

(3:47 pm IST)