Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

ચાર મહિનામાં ટ્રેનના હાલ થયા બેહાલ : ડસ્ટબિન અને નળ પણ ચોરી ગયા પેસેન્જર્સ!

આખરે ટ્રેનોની ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ છે? પ્રશાસન અથવા પબ્લિક ?

નવી દિલ્હી તા. ૧૮ : ટ્રેનોની ખરાબ સ્થિતિને કારણે ભારતીય રેલવેને ઘણી વાર ટીકાનો સામનો કરવો પડે છે. જો કે, સુવિધાનજર ટ્રેનોની પેસેન્જર્સ જે હાલત કરે છે તે જોઈને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે, આખરે ટ્રેનોની ખરાબ સ્થિતિ માટે જવાબદાર કોણ છે? પ્રશાસન અથવા પબ્લિક? લગભગ ૪૦ કરોડના ખર્ચથી બેસ્ટ સુવિધાઓ સાથે શરુ કરવામાં આવેલી લિંક હોફમન બુશ કોચવાળી મુંબઈ-મનમાડ પંચવટી એકસપ્રેસની સ્થિતિ એવી થઈ ગઈ છે કે રિપેરિંગનો ખર્ચો ૯ લાખ પહોંચી શકે છે.

પંચવટી એકસપ્રેસ ૧ નવેમ્બર, ૧૯૭૫ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન મુંબઈ-નાસિક રુટ પર ચાલતી વેપારીઓ અને પ્રોફેશનલ્સની ફેવરિટ માનવામાં આવે છે. આ ટ્રેનમાં એક આદર્શ કોચ હોય છે જેનું નામ સફાઈ અને શાંતિ માટે લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં દાખલ છે.

આ ટ્રેનમાં ૨૧ કોચ છે જેમાંથી ૩ થર્ડ એસી ચેર કાર છે. આ વર્ષે ૯ મેના રોજ નવી રેક શામેલ કરવામાં આવી હતી, જેની કિંમત ૩૮ કરોડ રૂપિયા છે.

ચાર મહિનામાં આ રેકની સ્થિતિ ચોંકાવનારી છે. એક અધિકારીએ જણાવ્યું કે, ૫૧૩ સ્નેક ટેબલ ચોરાયા છે, ૧૭૯ મેગેઝીન હોલ્ડર તૂટ્યા છે, સીટો રિકલાઈન કરવા માટેના ૮૬ હેન્ડલ તૂટ્યા છે, ૪૩ વોશરૂમ મગ, ૨૫ નળ, ૩૭ ફલશ વોલ્વ, ૧૫ મિરર અને ૧૭ ડસ્ટબિન ચોરી થયા છે અને ૨૭ પડદાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અહીં સુધી કે એસી કોચમાં એક સેન્ટર ટેબલ પણ ચોરી થયું છે.

આ ચોરી અને ડેમેજને રિપેર કરવા માટે સેન્ટ્રેલ રેલવે માટે ૯ લાખ રુપિયા બિલ બનીને તૈયાર થયું છે. રેલવના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ ઉદાસીનું કહેવુ છે કે, જો લોકો આ રીતે નુકસાન કરતા રહેશે તો રેલવે માટે નવા રેકનું સ્ટાન્ડર્ડ જાળવી રાખવું મુશ્કેલ સાબિત થશે.

અધિકારી જણાવે છે કે, લોકો આમ કઈ રીતે કરી શકે છે? આ સંપત્ત્િ। દેશની છે અને આ રીતે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે. આ મુસાફરી કરવાની યોગ્ય રીત નથી.

સ્ટોરેજ કમ્પાર્ટમેન્ટના કવર, ટેબલના સ્પેરપાર્ટ્સ, દરાવાજાની રબર વાઈડિંગ ગાયબ થઈ ગઈ છે.

(3:40 pm IST)
  • મહેસાણા:જુગારધામ કેસમાં નંદાસણ પોલીસ સ્ટેશનના પીઆઈ સસ્પેન્ડ:એક સપ્તાહ અગાઉ કડી તાલુકાના ઝુલાસણમાં વિજિલન્સે દરોડા પાડી જુગારધામ ઝડપ્યું હતું. access_time 8:22 pm IST

  • ગાંધીનગર વિધાનસભા બહાર કોંગ્રેસી કાર્યકરોની અટકાયત : ટીંગાટોળી કરીને પોલીસે વાહનમાં બેસાડયા : વિધાનસભા પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું : કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓની પણ પોલીસે કરી અટકાયત : વિધાનસભા તરફ ઘેરાવ કરવા આગળ વધતા કોંગી કાર્યકર્તાઓને પકડી લેવાયાઃ અર્જુનભાઇ મોઢવાડીયા સહીત કોંગ્રેસ કાર્યકરોની અટકાયતઃ ભાજપ સરકાર વિરૂધ્ધ સૂત્રોની રમઝટઃ વાહનોની હવા કાઢવાના પ્રયાસ access_time 1:23 pm IST

  • અમદાવાદ: બીટકોઈન તોડકાંડ કેસમાં આરોપી નલીન કોટડોયાને 7 દિવસના રીમાન્ડ પૂર્ણ થતા સીઆઇડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કર્યો:CID ક્રાઇમે વધુ રિમાન્ડની માગણી ન કરતા નલિન કોટડીયાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા access_time 11:33 pm IST