Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પીએમ મોદીએ કાશીને આપી પપ૭ કરોડની રિટર્ન ગીફટઃ રજુ કર્યુ રીપોર્ટ કાર્ડ

કાશી, તા.૧૮: પોતાના જન્મદિવસ પર પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા દિવસે પોતાના કામકાજનો હિસાબ આપ્યો. તેમણે કહ્યું કે વારણસીમાં ૫૫૭ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેકટસનું લોકાર્પણ થયું છે કે શિલાન્યાસ થયો છે. તેમણે પાછલી સરકારો પર પ્રહારો કરતાં કહ્યું કે તમે તો એ વ્યવસ્થાના સાક્ષી રહ્યાં છો જયાં આપણી કાશીને ભોળાના ભરોસે, પોતાના હાલ પર છોડી દીધા હતા. તેમણે કેન્દ્ર અને રાજય સરકારની કેટલીય યોજનાઓ ગણાવતા વારાણસીમાં રસ્તા, રેલ, ગેસ, એલઇડી, વાયુસેવા માટે કરાયેલા કામની માહિતી આપી અને કહ્યું કે તેઓ માત્ર એક વડાપ્રધાન જ નહીં પરંતુ સંસદ તરીકે પણ પોતાના કામનો હિસાબ આપવાની જવાબદારી સમજે છે. તેમણે કહ્યું કે વિકાસનું આ કામ વારાણસી શહેરમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામડાં સાથે પણ જોડાયેલ છે. તેમણે કહ્યું કે વારાણસીમાં હજારો કરોડના અનેક રસ્તા પ્રોજેકટસ ચાલી રહ્યાં છે. મડુઆડીહ ફલાયઓવરનું કામ પૂરું થઇ ચૂકયું છે. ગંગા નદી પર બનેલા ઘાટનું કામ પૂરું થવાથી રામનગર આવવા-જવાનું સરળ થઇ જશે. કેટલાંય દાયકાથી અંધારા પુલને પહોળો કરવાનું કામ અટકયું હતું. આ કામને પણ પૂરું કરાયું છે. તેમણે જૂની સરકારો પર પ્રહારો કરતાં કહ્યું કે રિંગ રોડનું કામ ફાઇલોમાં દબાયેલું હતું. ૨૦૧૪માં આપણે શરૂ કર્યું પરંતુ યુપીમાં પહેલાં જ સરકારે પ્રોજેકટમાં ગતિ આવવા દીધી નથી. યોગી સરકારના આવ્યા બાદ ઝડપથી કામ પૂરા થયા. બિહાર નેપાળ ઝારખંડ મધ્યપ્રદેશ જનાર રસ્તાને પહોળા કરાઇ રહ્યાં છે. નેશનલ હાઇવે ૭ દ્વારા વારાણસીથી સુલતાનપુર, ગોરખપુર, હંડિયા રસ્તા સંપર્ક માર્ગ માટે ૧૦૦૦ કરોડ રૂપિયા નક્કી કરાયા. તેમણે કહ્યું કે પૂર્વ ભારતના ગેટવે તરીકે વારાણસીનો વિકાસ કરાઇ રહ્યો છે. તમે ભલે મને પીએમ પદની જવાબદારી આપી હોય. પરંતુ હું એક સાંસદ હોવાના નાતે પણ તમારા કામના હિસાબ માટે જવાબદાર છું. આજે હું ચાર વર્ષમાં એક સાંસદ તરીકે શું કામ કર્યું, તેની એક નાનકડી ઝલક દેખાડી. હું માનું છું કે જનપ્રતિનિધિ હોવાના નાતે, તમારો સેવક હોવાના નાતે, તમે મારા માલિક છો, તમે મારા હાઇકમાન છો. આથી પાઇ-પાઇ, પળ-પળનો હિસાબ આપવો મારી જવાબદારી છે.

(3:39 pm IST)