Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

રામદેવજીએ હિંમતના ઇન્જેકશન લીધાઃ મોદી સરકારને આડે હાથ લીધી

નવી દિલ્હી તા.૧૮: બાબા રામદેવે રવિવારે મોદી સરકારને આડે હાથ લીધી હતી. કહયું હતું કે ૨૦૧૪માં જે રીતે તેમણે ભાજપાનો સક્રિય પ્રચાર કર્યો હતો તેવી રીતે ૨૦૧૯માં નહીં કરે. એક ચેનલના કાર્યક્રમ દરમ્યાન તેમણે કહયું કે ઘણા લોકો મોદી સરકારની નીતિઓના વખાણ કરે છે પણ હવે તેમાં સુધારાની જરૂર છે. મોંઘવારી બહુ મોટો મુદ્દો છે અને મોદીજીએ તેના માટે પગલા લેવા પડશે નહીંતર મોંઘવારીની આગ સરકારને બહુ મોંઘી પડશે.

૨૦૧૪માં તમને ભાજપા જેટલો વિશ્વાસ હતો તેટલો આજે છે તેવા પ્રશ્નનો જવાબ તેમણે ટાળ્યો હતો.

તેમણે કહયું કે તે મધ્યમવર્ગી છે, તે ડાબેરી કે દક્ષિણ માર્ગી નથી. કોઇએ તેમની ખણખોદ ન કરવી જોઇએ કારણ કે કેટલાય મહત્વના મુદ્દે તેમણે મોૈન યોગ ધારણ કરી લીધો છે.

રામદેવે એમ પણ કહયું ''હું ભાજપાનો પ્રચાર શું કામ કરૂ? હું તેનો પ્રચાર નહીં કરૂ, હું. રાજકારણથી અલગ થઇ ગયો છું. હુ બધા પક્ષો સાથે છું અને હું નિર્દલીય છું'' તેમણે એમ પણ કહયું કે વડાપ્રધાન મોદીની ટીકા કરવાનો દરેકને મોૈલિક અધિકાર છે.

તેમણે કહયું કે સ્વચ્છ ભારત મિશન શરૂ કરીને કોટો મોટો ગોટાળો ન થવા દઇને તેમણે સારૂ કામ કર્યું છે. સરકારી આવક ઘટવાથી દેક ચાલતો બંધ નહીં થઇ જાય, તેને સરભર કરવા માટે અમીરો પર વધારે ટેક્ષ લગાવી શકાય.

રામદેવે કહયું કે, અપરાધોની વધતી સંખ્યા માટે નગ્નતા પણ એક મહત્વનું કારણ છે. તેમણે કહયું ,''હું તેનું સમર્થન નથી કરતો. હું આધુનિક છું, પણ આધુનિકતાનો મતલબ એવો નથી કે તમે નગ્નતામાં શામેલ થાવ. આપણે સભ્ય સમાજમાં રહીએ છીએ.''

(2:39 pm IST)