Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આઠમુ પાસ ધારાસભ્યોની આવક રૂ. ૯૦ લાખ

ઓછું ભણેલા ધારાસભ્યોની વધારે આવક

નવી દિલ્હી તા. ૧૮ : ભારતમાં ધારસભ્યોની સરેરાશ આવક ૨૪.૫૯ લાખ રૂપિયા છે. સૌથી અમીર ધારાસભ્યોના લિસ્ટમાં કર્ણાટક ટોચે છે. અહીં ૨૦૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૧.૧૧ કરોડ રૂપિયા છે. ક્ષેત્ર પ્રમાણે જોઈએ તો પૂર્વ ક્ષેત્રના ૬૧૪ ધારાસભ્યોની આવક સૌથી ઓછી ૮.૫ લાખ છે જયારે દક્ષિણના રાજયોના ૭૧૧ જેટલા ધારાસભ્યોની વાર્ષિક કમાણી રૂ. ૫૧.૯૯ લાખ છે. તેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આઠમુ પાસ નેતાઓની સરેરાશ વાર્ષિક આવક રૂ. ૯૦ લાખ જેટલી છે. ADR અને નેશનલ ઈલેકશન વોચે સોમવારે ધારાસભ્યોની આવકનું વિશ્લેષણ કરતો ડેટા જાહેર કર્યો હતો. છત્તીસગઢના ૬૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૫.૪ લાખ રૂપિયા છે.

આ ડેટામાં એક ચોંકાવનારો ખુલાસો એ છે કે ભણેલા-ગણેલા ધારસભ્યોની સરખામણીએ ઓછા ભણેલા ધારાસભ્યોની આવક વધારે છે. કુલ ૪૦૮૬ ધારાસભ્યોમાંથી ૩૧૪૫ ધારાસભ્યોએ આપેલા સોગંદનામા મુજબ ૫થી ૧૨ ધોરણ ભરેલા ૩૩ ટકા ધારાસભ્યોની એવરેજ વાર્ષિ આવક ૩૧.૦૩ લાખ રૂપિયા છે જયારે ૬૩ ટકા ગ્રેજયુએટ અને તેનાથી વધુ ભણેલા ધારાસભ્યોની આવક ૨૦.૮૭ રૂપિયા છે. ઓછુ ભણેલા ધારાસભ્યોની એવરેજ વાર્ષિક આવક રૂ. ૯.૩ લાખ છે. રિપોર્ટમાં જણાવાયુ છે ૯૪૧ ધારાસભ્યોએ પોતાની આવકનો ખુલાસો ન કર્યો હોવાથી તેમની આવકનું વિશ્લેષણ કરી શકાયું નથી. 'ઘરેલુ' ધારાસભ્યોની આવક સૌથી ઓછી રૂ. ૩.૭૯ લાખ છે.

ઓછુ ભણેલા ધારાસભ્યોની આવક વધારે કેમ છે તે પૂછવામાં આવતા ADRના ફાઉન્ડર મેમ્બર જગદીશ છોકરે જણાવ્યું કે ઉચ્ચ શિક્ષણ વધુ આવકની ગેરન્ટી નથી. તેમણે જણાવ્યું કે વધારે આવક ધરાવતા અનેક ધારાસભ્યોએ ખેતીને પોતાનો વ્યવસાય જણાવ્યો છે. તેમણે કહ્યું, 'તેનું સૌથી મોટુ કારણ એ છે કે ખેતીમાંથી થતી આવક ટેકસ ફ્રી છે અને તેમણે આવક કયાંથી થઈ તેની સ્પષ્ટતા કરવાની જરૂર નથી.'

ADR ના વિશ્લેષણમાં એ વાત પ્રકાશમાં આવી છે કે બિઝનેસ અથવા ખેતીનો વ્યવસાય કરતા ધારાસભ્યોની એવરેજ આવક રૂ. ૫૭.૮૧ લાખ છે. રિયલ એસ્ટેટ બિઝનેસ અથવા તો અભિનય કે ફિલ્મ બનાવનારા ધારાસભ્યોની વાર્ષિક આવક ક્રમશઃ ૩૯ લાખ અને ૨૮ લાખ રૂપિયા છે. સૌથી ધનિક ધારાસભ્ય એન. નાગારજીને પોતાની વાર્ષિક આવક ૧૫૭.૦૪ કરોડ હોવાનો ખુલાસો કર્યો છે. તે બેંગલોર ગ્રામીણના ધારાસભ્ય છે. સૌથી ઓછી આવક આંધ્રપ્રદેશની ધારાસભ્યો બી. યામિનીની છે. તેમણે તેમની આવક માત્ર રૂ. ૧૩૦૧ હોવાનું જણાવ્યું છે.

૨૫થી ૫૦ વર્ષના ૧૪૦૨ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂ. ૧૮.૨૫ લાખ છે જયારે ૫૧થી ૮૦ વર્ષના ૧૭૨૭ ધારાસભ્યોની સરેરાશ આવક રૂ. ૨૯.૩૨ લાખ છે. ૮૧થી ૯૦ વર્ષના ૧૧ ધારાસભ્યોની વાર્ષિક આવક સૌથી વધુ ૮૭.૮૧ લાખ રૂપિયા છે.

ધારાસભ્ય વિશ્લેષણ........

પૂર્વીય ક્ષેત્રના ધારાસભ્યોની આવક ઓછી

નવી દિલ્હી,તા. ૧૮ : ભારતમાં ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૨૪.૫૯ લાખ રૂપિયા છે. સૌથી વધુ અમીર ધારાસભ્યોની યાદીમાં કર્ણાટક ટોપ પર છે. અહીં ૨૦૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક એક કરોડ ૧૧ લાખ રૂપિયાની આસપાસ છે. ક્ષેત્રવાર જોવામાં આવે તો પૂર્વીય ક્ષેત્રના ૬૧૪ ધારાસભ્યોની આવક સૌથી ઓછી ૮.૫ લાખ રૂપિયા અને દક્ષિણી રાજ્યોના ૭૧૧ ધારાસભ્યોની વાર્ષિક આવક ૫૧.૯૯ લાખ રૂપિયા છે. ધારાસભ્યોને લઇને રસપ્રદ આંકડા શું કહે છે તે નીચે મુજબ છે.

*    ભારતમાં ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૨૪.૫૯ લાખ

*    સૌથી અમીર ધારાસભ્યોની યાદીમાં કર્ણાટક ટોપ ઉપર છે જ્યાં ૨૦૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૧ કરોડ ૧૧ લાખ રૂપિયા છે

*    દક્ષિણી રાજ્યોના ૭૧૧ ધારાસભ્યોની વાર્ષિક આવક ૫૧.૯૯ લાખ રૂપિયા છે

*    માત્ર આઠમું ધોરણ ભણેલા નેતાઓની સરેરાશ વાર્ષિક આવક ૯૦ લાખ રૂપિયા છે

*    છત્તીસગઢના ૬૩ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૫.૪ લાખ રૂપિયા છે

*    પાંચમાથી ૧૨માં સુધી ભણેલા ૩૩ ટકા ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૩૧.૦૩ લાખ રૂપિયા

*    ૬૩ ટકા ગ્રેજ્યુએટ અને તેનાથી ઉપરના અભ્યાસ કરી ચુકેલા ધારાસભ્યોની આવક ૨૦.૮૭ લાખ રહી છે

*    અનપઢ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૯.૩ લાખ રૂપિયા છે

*    ૯૪૧ ધારાસભ્યોની પોતાની આવકનો ખુલાસો કર્યો નથી

*    સૌથી વધારે અમીર ધારાસભ્ય નાગારજ્જુની આવક ૧૫૭.૦૪ કરોડ રૂપિયા વાર્ષિક છે

*    સૌથી ઓછી ૧૩૦૧ રૂપિયાની આવક આંધ્રપ્રદેશની યામિનીની રહેલી છે

*    સૌથી ૨૫-૫૦ વર્ષની વયના ૧૪૦૨ ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક ૧૮.૨૫ લાખ રૂપિયા રહેલી છે

(7:31 pm IST)