Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

દિલ્‍હી પ્રદેશ કોંગ્રેસને લાગ્‍યો ઝટકોઃ અધ્‍યક્ષ પદ પરથી અજય માકને આપ્‍યું રાજીનામું ?

નવી દિલ્‍હી તા. ૧૮ : દિલ્‍હી કોંગ્રેસને મોટો ઝટકો લાગ્‍યો છે. સૂત્રોને મળતા એક અહેવાલ મુજબ દિલ્‍હી પ્રદેશ કોંગ્રેસ અધ્‍યક્ષ પદના વરિષ્ઠ નેતા અજય માકને રાજીનામું આપ્‍યું છે. અજય માકને પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્‍યક્ષ રાહુલ ગાંધીને સોંપી દીધુ છે. જો કે હજુ સુધી આ રાજીનામું મંજૂર કરવામાં આવ્‍યું નથી.

જો કે રાજીનામા પાછળ પોતાની નાદુરસ્‍ત તંબિયતનું કારણ આપ્‍યું છે. એક મળતા અહેવાલ મુજબ રાજીનામું આપ્‍યા બાદ પોતાના ઇલાજ માટે અજય માકન વિદેશ રવાના થઇ ગયા છે. અજય માકન ૨૧ સપ્‍ટેમ્‍બરની આસપાસ દિલ્‍હી પરત ફરવાની શક્‍યતા છે. ઉલ્લેખનીય છે કે શિલા દિક્ષીત પહેલાથી જ બિમાર છે.

આમ લોકસભાની ચૂંટણી અગાઉ શીલા દિક્ષિત તેમજ અજય માકન બિમાર હોવાથી કોંગ્રેસને મોટો ઝટકો લાગે તેવી શક્‍યતા છે. અજય માકનના નજીકના સૂત્રોએ જણાવ્‍યું છે કે માકને ૧૩ સપ્‍ટેમ્‍બરે પોતાનું રાજીનામું પીસી ચાકોને સોંપ્‍યુ અને ત્‍યારબાદ ૧૪ સપ્‍ટેમ્‍બરે કોંગ્રેસ અધ્‍યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. અજય માકને પોતાની નાદુરસ્‍ત તબિયતને લઇને કહ્યું કે હું સંપૂર્ણ સમય પક્ષને આપી શકતો નથી. હું પાર્ટીમાં જ છું પરંતુ હાલમાં મને આરામની જરૂરિયાત છે.

(11:35 am IST)