Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

SBI હોલીડે ઓફરઃ ફર્યા બાદ ચૂકવો પૈસાઃ મળશે એકસ્‍ટ્રા ડિસ્‍કાઉન્‍ટ

નવી દિલ્‍હી તા. ૧૮ : જો આપ ફરવાનાં શોખીન છો અને આપનું સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયા (SBI)માં અકાઉન્‍ટ છે તો આપનાં માટે SBIનું હોલિડે સેવિંગ્‍સ અકાઉન્‍ટ મદદગાર સાબિત થઇ શકે છે. તેની ઓફર હેઠળ જો આપ ક્‍યાંય ફરવા જાઓ છો તો આપને અકાઉન્‍ટમાં મહિને પૈસા જમા કરાવવાનાં હશે. આ ઓફરની સૌથી ખાસ વાત એ છે કે બેંક આફનાં હોલિડે સેવિંગ અકાઉન્‍ટમાં મુકેલા પૈસા પર વ્‍યાજ પણ આપે છે એટલું જ નહીં જો આપ થોમસ કુક હેઠળ તમારી ટ્રિપ પ્‍લાન કરો છો તેનાં પર ડિસ્‍કાઉન્‍ટ પણ મળે છે. કારણ કે હાલમાં જ બેંકે થોમસ કુક સાથે પાર્ટનરશિપ કરી છે.

જો આપ આ ઓફરનો લાભ લેવા ઇચ્‍છો છો તો આપનાં આ અકાઉન્‍ટમાં રિકરિંગ ડિપોઝિટ હેઠળ પૈસા જમા કરાવવાનાં રહેશે. સહેલા શબ્‍દોમાં કહીયે તો આપે દર મહિને એક રકમ જમા કરવાની રહેશે. જો આપ સીનિયર સિટિઝન છો તો આપને તેનાં પર અતિરિક્‍ત વ્‍યાજ મળશે.

કેવી રીતે કામ કરે છે SBI હોલિડે સેવિંગ્‍સ અકાઉન્‍ટ?

૧. હોલિડે અકાઉન્‍ટનો લાભ લેવા માટે આપે થોમસ કુકની વેબસાઇટ પર જઇને આપની પસંદનાં હોલિડે પેકેજની પસંદગી કરી શકો છો. શોર્ટ કટ માટે નીચેની લિંક પર ક્‍લિક કરો

     https://www.thomascook.in/holidays/holiday-savings-account/state-bank-of-india

૨. આ બાદ આપ પેકેજની કોસ્‍ટ ૧૩ મહિનાની EMIમાં ડિવાઇડ કરાવી શકો છો. પેકેજ બૂક કરાવતા પહેલાં આપ આપનું મંથલી EMI ચેક પણ કરી શકો છો.

૩. આ બાદ આપે  http://www.onlinesbi.com પોર્ટલ પર જઇને ઇ-રિકરિંગ ડિપોઝિટ (E-RD) અકાઉન્‍ટ બનાવવાનું છે.

૪. જો આપ આ પેકેજ માટે ફક્‍ત ૧૨ મહિનાનું ઇન્‍સ્‍ટોલમેન્‍ટ આપસો તો ૧૩માં મહિનાનું ઇન્‍સ્‍ટોલમેન્‍ટ ઇ આરડી પર મળેલાં વ્‍યાજ અને થોમસ કુક તરફથી ચુકવવામાં આવે છે.

૫.      જો ગ્રાહકનાં દર મહિને ઇન્‍સ્‍ટોલમેન્‍ટની ચૂકવણીમાં લેટ થાય તો તો બેંક ૧૦૦ રૂપિયા પર મહિને ૧.૫૦ રૂપિયાનો ચાર્જ વસુલે છે.

(10:13 am IST)