Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સરકાર ‘બ્‍હેરી - મુંગી'... ફરી પેટ્રોલ - ડિઝલ મોંઘા : મહારાષ્‍ટ્રના ૧૨ શહેરોમાં પેટ્રોલનો ભાવ ૯૧ રૂા.

આજે પેટ્રોલમાં ૧૦ પૈસા તો ડિઝલમાં ૯ પૈસા વધ્‍યા

નવી દિલ્‍હી તા. ૧૮ : પેટ્રોલ - ડિઝલના ભાવ રોજેરોજ વધી રહ્યા છે. આજે ફરી વખત બંને ઇંધણના ભાવ વધ્‍યા છે. દિલ્‍હીમાં પેટ્રોલ ૧૦ પૈસા તો ડીઝલ ૯ પૈસા મોંઘુ થયું છે. હવે દિલ્‍હીમાં પેટ્રોલનો ભાવ ૧ લીટરના ૮૨.૧૬ થયો છે તો ડિઝલ ૭૩.૮૭ રૂા. ૧ લીટર થયું છે.

મુંબઇમાં પેટ્રોલમાં ૧૦ પૈસા તો ડિઝલમાં ૯ પૈસા વધ્‍યા છે. મુંબઇમાં પેટ્રોલ ૮૯.૫૪ અને ડીઝલ ૭૮.૪૨નું થયું છે.

પેટ્રોલ - ડિઝલના ભાવ રોજેરોજ વધી રહ્યા છે સરકાર કોઇ પગલા લેતી નથી.

મહારાષ્‍ટ્રના ૧૨ શહેરોમાં પેટ્રોલનો ભાવ ૯૧ રૂપિયા પ્રતિ લીટર થયો છે. મહારાષ્‍ટ્રમાં સૌથી વધુ વેટ લાગતો હોવાથી તે મોંઘુ છે. કુલ ૩૯ ટકાથી વધુ વેટ ઉપરાંત પેટ્રોલમાં ૯ તો ડિઝલમાં ૧ રૂપિયો સેસ પણ છે.

મુંબઇ, થાણે, નવી મુંબઇમાં પેટ્રોલ પર ૨૫ ટકા વેટ છે તો અન્‍ય ભાગમાં ૨૬ ટકા છે. ડીઝલ પર ૨૧ ટકા તથા અન્‍ય શહેરોમાં ૨૨ ટકા વેટ છે સાથોસાથ ૧-૧ રૂપિયાની સેસ પણ છે. પરબનીમાં પેટ્રોલ ૯૧.૨૭ તો ડિઝલ ૭૯.૧૫માં મળે છે. નંદુર બાર, નાંદેડ, લાતુર, જલગાંવ, બીડ, રત્‍નાગીરી, ઔરંગાબાદ વગેરેમાં પેટ્રોલ ૯૦ની ઉપર છે.

(10:00 am IST)