Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

પતિ-પત્‍નીએ એકબીજા પર કર્યા ૬૭ કેસ

હવે હાઉં... કોર્ટે એકબીજા વિરૂધ્‍ધ નવો કેસ કરવા મનાઇ ફરમાવી

નવી દિલ્‍હી તા. ૧૮ : સુપ્રીમ કોર્ટે અલગ રહેતા પતિ-પત્‍નીને એકબીજા વિરુદ્ધ નવો કેસ દાખલ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. કહેવાઈ રહ્યું છે કે બંનેએ પહેલાથી જ એકબીજા વિરુદ્ધ પાછલા સાત વર્ષોમાં ૬૭ કેસો દાખલ કરાવી ચૂક્‍યા છે. જસ્‍ટિસ કુરિયન જોસેફની અધ્‍યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું, અમે બંનેને એકબીજા વિરુદ્ધ દાખલ નવો કેસ દાખલ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પછી તે ક્રિમિનલ કેસ હોય કે સિવિલ. એકબીજાની વિરુદ્ધ હોય અથવા તેમના પરિવાર વિરુદ્ધ. તે સ્‍કૂલ વિરુદ્ધ જયાં તેમનો દીકરો ભણી રહ્યો છે અથવા પછી એકબીજાના વકિલ વિરુદ્ધ હોય. હાઈકોર્ટની પરમિશન વિના આવું નહીં થઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આવું એટલા માટે કરવામાં આવ્‍યું જેથી વિવાદ વધારે લાંબો ન થાય.

આ કપલના લગ્ન ૨૦૦૨માં થયા હતા. છોકરો સોફટવેર એન્‍જિનિયર અને છોકરી એમબીએ હતી. લગ્નના બાદ તેઓ અમેરિકા જતા રહ્યા. ૨૦૦૯માં તેમનો એક બાળક થયું. પરંતુ બાદમાં સંબંધ ખરાબ થવાના કારણે યુવતી પાછી પોતાના માતા-પિતા પાસે બેંગલુરુ આવતી રહી. જે બાદ કેસ કરવાનો સિલસિલો શરૂ થયો. પતિ જેની પાસે અમેરિકાની નાગરિકતા છે, તેણે પત્‍ની વિરુદ્ધ ૫૮ કેસ દાખલ કરાવ્‍યા છે. તો પત્‍ની જે હાલ બેંગલુરુમાં છે, તેણે પતિ વિરુદ્ધ ૯ કેસ દાખલ કરાવ્‍યા છે.

તેમાં ઘરેલુ હિંસાથી લઈને અવમાનના સુધીના કેસ છે. કોર્ટે આગળથી કેસ ન કરવાનો ઓર્ડર આપતા પોતાનું દર્દ જાહેર કરતા કહ્યું, બંનેની વચ્‍ચે તે નિસહાય બાળક છે, જેની ઉંમર હાલમાં માત્ર ૯ વર્ષ છે. તે માનસિક અને ભાવનાત્‍મક રૂપથી ડરેલો છે.

કોર્ટે માતા-પિતાના બાળકના મળવા પર પ્રતિબંધ લગાવી દીધો. બાળકને લઈને માતા-પિતા સ્‍કૂલના અધિકારીઓ સાથે ખરાબ વ્‍યવહાર કરે છે, આ બાદ પ્રિન્‍સિપાલને આ અધિકાર આપવામાં આવ્‍યો કે તે બાળકના માતા-પિતાની મળતા રોકે. કોર્ટે કહ્યું, માતા-પિતાના હસ્‍તક્ષેપના સંબંધમાં સ્‍કૂલના અધિકારીઓ દ્વારા વ્‍યક્‍ત કરાયેલી આશંકાઓને જોતા પરિસરમાં તેમના જવા પર પ્રતિબંધ લગાવી દીધો. કોર્ટે બેંગલુરુની કોર્ટને આદેશ આપ્‍યો છે કે તે છ મહિનાની અંદર આ અરજી પર ચૂકાદો સંભળાવે. આ સાથે જ બાળક કોની સાથે રહેશે અને બંને વચ્‍ચેના પેડિંગ કેસોને પણ નિપટાવે

 

(10:10 am IST)