Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

સેરિડોન અને અન્ય દવાના વેચાણને કામચલાઉ મંજુરી

કોર્ટમાં અપીલ કરવામાં આવ્યા બાદ મંજુરી મળી : સુપ્રીમ દ્વારા રાહત : કેન્દ્ર સરકારની પાસે જવાબની માંગ

નવી દિલ્હી, તા. ૧૭ : સુપ્રીમ કોર્ટે આજે સૌથી વધુ વેચાતી દવાઓ પૈકી સેરિડોન અને અન્ય બે દવાઓના વેચાણને હાલમાં મંજુરી આપી દીધી છે. આ દવાઓની કંપનીઓ દ્વારા હાલમાં જ કરવામાં આવેલી અરજી બાદ સુપ્રીમ કોર્ટે આ મુજબનો આદેશ આપયો છે. સાથે સાથે કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી દવાઓ ઉપર પ્રતિબંધને લઇને જવાબની માંગ પણ કરી છે. કેટલીક મોટી ફાર્મા કંપનીઓએ કેન્દ્ર સરકારના ચુકાદાને લઇને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. કેન્દ્રના ચુકાદાને પડકાર ફેંકીને અરજી કરવામાં આવી હતી. કેટલીક મોટી ફાર્મા કંપનીઓએ સુપ્રીમમાં અપીલ કર્યા બાદ રજૂઆતો કરવામાં આવી હતી. અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, સરકારના નોટિફિકેશનમાં માત્ર દવાઓ ઉપર પ્રતિબંધ મુકવા માટે એક કારણ આપવામાં આવ્યું છે અને આ કારણ સારવાર માટે લાયક નથી તે આપવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે થોડાક દિવસ પહેલા જ ૩૨૮ ફિસ્ક્ડ ડોઝ કોમ્બિનેશન અથવા તો એફડીસી દવાઓ ઉપર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મુકી દીધો હતો. પ્રતિબંધ મુકવામાં આવેલી દવાઓમાં કેટલીક એવી  દવાઓ હતી જે દવાઓનું વેચાણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું હતું. આ દવાઓમાં શરદી, ખાંસી, ઝાડા ઉલ્ટી, પેટના દુખાવા અને પેઇનકિલરો દવાઓ  હતી. એફડીસીની દવાઓ મોટાબાગે દર્દીઓ માટે ખતરનાક હોય છે. કેટલાક દેશોમાં આ પ્રકારની દવાઓ ઉપર પહેલાથી જ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેરિડોન, કોરેક્સ, સુમો, ઝીરોડોલ, ફેસિડિલ, જીન્તાપ, અન્ય એન્ટી બાયોટિક દવાઓ, પેઇન કિલર્સ, સુગર અને હાર્ટ સંબંધિત દવાઓ પણ આમા સામેલ છે. હજુ સુધી આ દવાઓને લઇને કેટલીક શરતો મુકવામાં આવી રહી હતી. કેટલીક એફડીસી દવા છે જે દેશમાં પણ વેચાઈ રીહ છે. એમ માનવામાં આવે છે કે, સરકાર આગામી દિવસોમાં વધુ કેટલીક દવાઓ ઉપર પ્રતિબંધ મુકી શકે છે. સરકાર ૫૦૦ બીજી એફડીસી દવાઓ ઉપર પ્રતિબંધ મુકવાની તૈયારીમાં છે. આના ઉપર ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ દ્વારા એક કમિટિની રચના કરવામાં આવી છે. કમિટિએ ૩૪૩ દવાઓ ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધને યોગ્ય ગણાવીને આને લીલીઝંડી આપી છે. છ દવાના નિર્માણ અને વેચાણ ઉપર કેટલીક શરતો લાગૂ કરવામાં આવી છે. સરકારે ૩૨૮ ઉપર પ્રતિબંધ મુક્યો છે. એફડીસી દવાઓ એ પ્રકારની દવાઓ હોય છે જે દવાઓને બેથી વધુ દવાને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ દવાઓને લઇને દેશમાં લાંબા સમયથી વિવાદ રહ્યો છે. અમેરિકા, જાપાન, ફ્રાંસ, જર્મની અને બ્રિટનની સાથે કેટલાક દેશોએ એફડીસી પર પ્રતિબંધ મુકી દીધો છે. ભારતની સાથે સાથે અનય્ કેટલાક દેશોમાં પણ આ પ્રકારની દવાઓનું વેચાણ જારી છે.

(12:00 am IST)