Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

આસામમાં આવેલ માજુલી આઇલેન્ડ દુનિયાના સૌથી મોટા રિવર આઇલેન્ડ્સમાંના અેક તરીકે પ્રવાસીઓનું પસંદગીનું કેન્‍દ્ર

મુંબઇઃ ભારતમાં આમ તો કુદરતી સૌંદર્યનો ખજાનો ભરપૂર છે. તમને હિલ સ્ટેશન પસંદ હોય, રણપ્રદેશ પસંદ હોય કે પછી દરિયો પસંદ હોય, તમારા માટે અહીં બેસ્ટ ઓપ્શન્સ ઉપલબ્ધ છે. ભારતના પ્રખ્યાત હિલ સ્ટેશન્સ અને બીચ વિષે તો તમે જાણતા હશો, પરંતુ ભારતમાં અનેક સુંદર આઈલેન્ડ આવેલા છે જે ફોરેન લોકેશનને પણ ટક્કર આપી શકે છે.

માજુલી આઈલેન્ડ

અસમમાં આવેલું માજુલી આઈલેન્ડ દુનિયાના સૌથી મોટા રિવર આઈલેન્ડ્સમાંથી એક છે. આ આઈલેન્ડ પોતાના સ્ટનિંગ સનસેટ અને સનરાઈઝ વ્યુ માટે ફેમસ છે. અહીં જવા માટેનો યોગ્ય સમય ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાનનો છે. બાઈક રેન્ટ પર લઈને આ આઈલેન્ડને એક્સપ્લોર કરવામાં ખુબ મજા આવશે.

દીવ

આ આઈલેન્ડમાં પોર્ટુગલની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. આજના સમયમાં અહીં ગુજરાતી સંસ્કૃતિનો પણ પ્રભાવ છે. ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીનો સમય અહીં ફરવા માટેનો બેસ્ટ સમય છે. સમુદ્રના સુંદર નજારા સિવાય અહીં જોવા માટે કિલ્લા, મ્યુઝિયમ, મંદિર અને ચર્ચ પણ છે.

સેન્ટ મેરી આઈલેન્ડ

આ કર્ણાટકમાં આવેલું નાના-નાના આઈલેન્ડનું એક ગ્રુપ છે. મેપલથી બોટ લઈને 15 મિનિટમાં અહીં પહોંચી શકાય છે. અહીંના કોકોનટ ગાર્ડન જોવા દૂર દૂર દૂરથી લોકો આવે છે.

અંદમાન આઈલેન્ડ

ભીડભાડથી દૂર અહીં તમે શાંતિથી દરિયા અને દરિયાકિનારાને એન્જોય કરી શકો છો. ભારતમાં આ હનીમૂન માટે સૌથી બેસ્ટ ડેસ્ટિનેશન્સમાંથી એક માનવામાં આવે છે.

લક્ષદ્વીપ

આ ભારતનો સૌથી નાનો આઈલેન્ડ છે. અહીં પર્યાવરણની શુદ્ધતા અને પ્રકૃત્તિની સુંદરતા તમને રિફ્રેશ કરી શકે છે. ઓક્ટોબરથી મે સુધીનો સમય અહીં જવાનો સૌથી બેસ્ટ સમય છે. અહીંના કોરલ્સ તમને આજીવન યાદ રહે તેવો એક્સપીરિયન્સ આપશે.

(12:00 am IST)